આપણું ગુજરાત

વરસાદ પછી વકરતો રોગચાળો, ચાર મહાનગર ભરડામાં ! દવ લાગ્યો રે ‘ડુંગરીએ,કેમ કરીએ ?

ગુજરાતમાં 25 ઓગસ્ટ અને તે પહેલાના ભારે વરસાદ ચાહે, કચ્છ હોય, પોરબંદર હોય, જુનાગઢ, હોય, સુરત, કે પછી રાજકોટ. લાંબા સેમી સુધીના વરસાદ પાછી તેથી વધુ દિવસ પાણી ભરાઈ રહેવાના, સ્વચ્છતાના અપૂરતા અભાવ, પાણી નિકાલ સહિત ઋતુજન્ય અને પાણી જન્ય રોગચાળો માઝા મૂકી ગયો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત ઉપરાંત કચ્છ પંથકમાં ફેલાયેલી બીમારીએ સરકારની ઊંઘ ઉડાવી દીધી છે. ચોમાસા બાદ ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં વધારો થયો છે. ખાનગી હોસ્પિટલમાં દર વર્ષ કરતાં દર્દીઓમાં દસ ટકાનો વધારો છે. ચાલુ વર્ષે મચ્છરજન્ય રોગચાળામાં 103 થી 106 ડિગ્રી તાવ આવવાની ફરિયાદો આવી રહી હોવાની વાત તબીબી સૂત્રો ઉમેરી રહ્યા છે.

પાણી અને રૂતુ જન્ય બીમારીઓ માટે તબીબો સલાહ આપે છે કે, દિવસભર મચ્છર કરડી શકતા હોવાથી નાગરિકોએ એ પ્રમાણે પોતાના શરીરની કાળજી રાખવી જરૂરી છે. તો નાના બાળકોમાં મચ્છર કરડવાથી માંડીને આંખ આવવાનું પ્રમાણ ( કંજ્કટિવાઇટીસ ) નું પ્રમાણ પણ જોવા મળે છે. બાળકો, વૃદ્ધોને તાવ આવે તો હળવાશથી ના લેવા પણ સલાહ આપવામાં આવી છે. એક દર્દીને સરેરાશ ત્રણથી ચાર દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર આપવી જરૂરી છે. આગામી સમયમાં વરસાદનું જોર વધ્યું તો રોગચાળો ફરી માથું ઉચકી શકે છે.

સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. રાજકોટ શહેરમાં ભારે વરસાદ અને ગ્રામીણ વિસ્તારોમાં જલજમાવના પરિણામે સ્થિતિ વિષમ બની છે. અહીં છેલ્લા 15 દિવસમાં વાયરલ અને મચ્છર અને પાણી જન્ય રોગચાળો વકર્યો છે. ડેન્ગ્યુ, મેલેરિયા, સિઝન તાવ અને વાયરલ બીમારીઓનો ગ્રાફ ઊંચો આવ્યો છે. હાલ ભાદરવામાં ડબલ ઋતુ અને પાણી જન્ય રોગચાળો માથું ઊંચકે છે.

રાજકોટ પંથકમાં જ કોલેરામાં 9 કેસ નોંધાયા તો ગત સપ્તાહે આજીડેમ પાસે આવેલા બે વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતો. શહેરમાં ડેન્ગ્યુના 22 થી વધુ કેસ જ્યારે ટાઈફોઈડ ના 2 કેસ તેમજ ચિકનગુનિયા અને મેલેરિયાના નોંધપાત્ર કેસ નોંધાયા છે. સિઝનલ તાવ અને વાયરલ તાવના કેસ 1600 થી વધુ કેસ આવ્યા છે. લોકો મચ્છરથી બચવા માટે લોકોએ પાણીમાં મચ્છરના પોરા ન થાય તે માટે આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબ કામગીરી કરવી જોઇએ.

સુરતની શી સ્થિતિ છે ?

સિઝન ની શરૂઆતથી જ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું હતું, સુરત, નવસારી, વલસાડ, ઉમરપાડા જેવા પંથકમાં સીઝના કરતાં ડબલ થી વધુ વરસાદ પડી ગયો છે. હવે, ભાદરવાના તડકા વચ્ચે પણ મેઘાડંબર નો ભય ઓછો નથી થયો. હવામાન વિભાગ પણ હજુ 13થી 16 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી કરી રહ્યો છે આ વચ્ચે સુરતમાં ડેન્ગ્યુ અને તાવના કેસોમાં વધારો જોવા મળ્યો. ડેન્ગ્યુના કારણે સ્વીમેર હોસ્પિટલના મહિલા તબીબનું મોત પણ થયું છે. પહેલા બાર દિવસમાં જ એટલે કે 1થી 12 સપ્ટેમ્બર સુધી ડેન્ગ્યુના 39 અને મેલરીયા 55 કેસ આવ્યા છે. આ વખતે જૂન મહિનાથી અત્યાર સુધી સતત વરસાદ વરસી રહ્યો છે. તેને લઈને SMCમાં 1500 જેટલાં આરોગ્ય કર્મચારીઓ કાર્યરત છે. 900 કર્મચારીઓ હાઉસ ટુ હાઉસ સર્વે કરી રહ્યા છે. તે ઉપરાંત 686 જેટલો કર્મચારીઓ સર્વલેન્સ સ્ટાફ પણ છે.

SMC આરોગ્ય દ્વારા ત્રણ મહિનામાં 26.60.000 જેટલાં ઘરોમાં સર્વે કરવામાં આવ્યા હતા. જેમાં 68 સ્થળોએ મચ્છરોના લારવા મળી આવ્યા હતા. તે સાથે 8000 જેટલી નોટિસ આપી કુલ રૂપિયા 22.50.000 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત છેલ્લા ત્રણ મહિનામાં 631 બાંધકામ સાઈટ ઉપર સર્વે કરવામાં આવ્યો હતો. જ્યાંથી 400 સાઈડને નોટિસ આપી તેમની પાસેથી કુલ રૂપિયા 27 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સૌથી વધારે કેસો ખાસ કરીને ડિંડોલી,ઉધના,પાંડેસરા,બામરોલી વિસ્તારમાંથી આવ્યા છે.

વાત વડોદરાની

ત્રણ ત્રણ દિવસ સુધી વિશ્વામિત્રીના પાણી ફરી વળતાં આખું વડોદરા જલમગ્ન રહ્યું. ગંદકી, સફાઈના પ્રશ્નો વચ્ચે વડોદરામાં પણ ડેન્ગ્યુનો કહેર યથાવત છે. શહેરની સયાજી હોસ્પિટલમાં કતારો લાગી. છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના 26 કેસ નોંધાયા છે. હાલ એસ.એસ.જી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે. જોકે,હોસ્પિટલ પાસે દવાઓનો પૂરતો સ્ટોક છે. ડેન્ગ્યુના અત્યાર સુધી 262 કેસ નોંધાયા છે. હાલમાં તેનાથી કોઈનું મોત થયું નથી. જ્યારે મેલેરિયાના 132 કેસ, ચિકનગુનિયાના 96 કેસ, ટાઇફોઇડના 56 કેસ, ઝાડા ઉલટીના 1460 કેસ અને તાવના 2102 કેસ નોંધાયા છે.

Back to top button
અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો… નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker