અમદાવાદઆપણું ગુજરાત

હવે કચ્છમાં આ લુપ્ત થતા પ્રાણીનું બ્રિડિંગ સેન્ટર શરૂ થશે, સરકારનો સારો પ્રયાસ

અમદાવાદઃ સમગ્ર દેશમાં અતિ દુર્લભ તથા ગુજરાતમાં માત્ર કચ્છ જિલ્લામાં જ જોવા મળતા કેરેકલ (હેણોતરો)ના લાંબા ગાળાના સંરક્ષણ અને સંવર્ધન માટે આ વિસ્તારને કેરેકલ પ્રજનન અને સંરક્ષણ વિસ્તાર તરીકે વ્યવસ્થાપિત કરવામાં આવશે, તેવી જાહેરાત રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે કરી છે.

કચ્છની મહત્વની પ્રાકૃતિક ધરોહર સમા આ ચાડવા રખાલ ખાતે કેરેકલ-હેણોતરો ઉપરાંત દિપડા, મગર, ચિંકારા, ઘોર ખોદીયું, શિયાળ જેવા ૨૮ જેટલા સસ્તન, ૨૮ સરિસૃપ અને ૨૪૨ વિહંગ પ્રજાતિ મળી કુલ ૨૯૬ જેટલી પ્રજાતિની પ્રાણીજ વૈવિધ્યતા જોવા મળે છે. એટલું જ નહિ, ૨૪૩ જેટલી પ્રજાતિની વાનસ્પતિક વૈવિધ્યતા પણ આ વિસ્તારમા છે.

આ પણ વાંચો : ગૃહપ્રધાન અમિત શાહની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસઃ ગાંધીનગરમાં વિવિધ જાહેર કાર્યક્રમો

વન્યજીવ તથા વાનસ્પતિક સંશોધનકારો માટે પોટેન્શિયલ ધરાવતો આ વિસ્તાર ઈકો ટુરિઝમ એક્ટીવીટીની પણ સંભાવના ધરાવે છે. આ ચાડવા રખાલની ૪૯૦૦ હેક્ટર જમીનનો કબ્જો કચ્છના પૂર્વ રાજવી પરિવારે ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં રાજ્ય સરકારને સોંપ્યો હતો.

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન માટે ચાડવા રખાલની આ જમીન વન વિભાગને સોંપી છે. ભૂપેન્દ્ર પટેલે ચાડવા રખાલ વિસ્તારમાં કેરેકલ(હેણોતરો) બ્રીડીંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર વિકસાવવા ૧૦ કરોડ રૂપિયા ફાળવીને વન્યપ્રાણી સપ્તાહની હાલ ચાલી રહેલી ઉજવણી દરમ્યાન મહત્વપૂર્ણ ભેટ આપી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત