એલિસબ્રિજમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો; ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી 35 લાખ કર્યા રિકવર

અમદાવાદ: અઠવાડિયા પહેલા માણસોથી ધમધમતા રહેતા લો ગાર્ડ નજીકથી ધોળા દીવસે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી ફિલ્મી ઢબે રૂપિયા 65 લાખ રૂપિયાની લૂંટ ચલાવવાની ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે બે લોકોની ધરપકડ કરી છે. આંગડિયા પેઢીના કર્મચારીને ઓટોરિક્ષામાં પસાર થઈ રહ્યો હતો ત્યારે આંખમાં મરચાંની ભૂકી છાંટીને ધોળે દિવસે લૂંટી લીધો હતો.
આજથી થોડા દિવસ પૂર્વે એલિસબ્રિજ જિમખાના પાસે આંગડિયા પેઢીનો કર્મચારી 65 લાખ રૂપિયાની રોકડ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે લૂંટારુઓએ ઓટોરિક્ષામાં આવીને આંગડિયા પેઢીના કર્મચારીની આંખોમાં મરચાંની ભૂકી નાખીને પૈસા ભરેલો થેલો લઈને લૂંટ મચાવીને નાસી છૂટયા હતા. આ મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરીને ભેદ ઉકેલ્યો છે અને 33.56 લાખની રિકવરી કરી છે.
પોલીસ દ્વારા આ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ લગભગ દોઢ મહિનાથી રેકી કરી હતી અને બાદમાં આ લૂંટને અંજામ આપ્યો હતો. લૂંટ ચલાવીને બંને આરોપી જુહાપુરામાં ભાગી છૂટયા હતા. આ બંને આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ પોલીસને મળી આવ્યો છે.
ગત 7 જુલાઇના રોજ આંગડિયા પેઢીનો કર્મચારી જમાલપૂર APMC માર્કેટથી 65 લાખ રૂપિયાની રોકડ લઈને નીકળ્યા હતા, ત્યારે જલારામ મંદિરથી આગળ પહોંચ્યા ત્યાં એક બાઇક સવાર બે લોકોએ છરી અને એરગન લઈને પહોંચ્યા હતા. તેમણે મરચાંની ભૂકી પણ ફેંકી હતી. આંગડિયા પેઢીના કર્મચારીની આંખોમાં મરચાંની ભૂકી નાખીને પૈસા ભરેલો થેલો લઈને લૂંટ મચાવીને નાસી છૂટયા હતા.
Also Read –