આપણું ગુજરાત

Elections 2025: ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ક્યારે યોજાશે?

Gram Panchayat Elections 2025: ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી એપ્રિલ અથવા મે મહિનામાં યોજાઈ શકે છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરુ કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પણ અટકેલી પડી છે, પરંતુ હવે મળતી માહિતી પ્રમાણે માર્ચ કે એપ્રિલમાં રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ શકે છે. આમાં 7000 જેટલી ગ્રામ પંચાયતો સામેલ થઇ શકે છે.

રાજ્ય ચૂંટણી આયોગે તમામ જિલ્લામાંથી તા.1 એપ્રિલ, 2022થી 30 જૂન, 2025 સુધીમાં મુદત પૂરી થતી હોય તેવી સામાન્ય, વિભાજન, મધ્યસત્ર, પેટા ચૂંટણીની ખાલી પડેલી બેઠકો સહિતની માહિતી મંગાવી છે. આ સાથે મતદાન મથકોની તૈયારી પૂર્ણ કરવાની પણ સૂચના આપી છે.

આ પણ વાંચો…ગુજરાતમાં બેવડી ઋતુઃ શરદી, ખાંસી અને તાવના દર્દીઓની સંખ્યામાં વધારો

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ગ્રામ પંચાયતની અટવાયેલી ચૂંટણી બાબતે ડૉ. મુરલી ક્રિષ્નાએ કહ્યું કે, ઝવેરી કમિશને રાજ્ય સરકારને રિપોર્ટ રજૂ કર્યો હતો. સરકારે રાજ્ય ચૂંટણી પંચને દોઢ મહિના અગાઉ જ રિપોર્ટ આપ્યો હતો જેની કાર્યવાહી ચાલુ છે. ગ્રામ પંચાયતની ચૂંટણી પેન્ડીંગ છે અને લાંબા સમયથી વહીવટદારનું શાસન છે. તેનો દોષનો ટોપલો રાજ્ય ચૂંટણી પંચે રાજ્ય સરકાર પર ઢોળતા કહ્યું હતું કે, સરકાર તરફથી ગ્રામ પંચાયતોમાં ઓબીસી અનામત 27 ટકા પ્રમાણે કરવાના જાહેરનામાના નિયમો સુધારવાની જાણકારી દોઢ મહિના પહેલા જ અપાતા પ્રક્રિયા બાકી હોવાથી તેને બાકાત રખાઇ હતી. ગ્રામ પંચાયતોમાં અનામત બેઠકોમાં જે ફેરફાર કરાયા તેનું પંચાયત વિભાગનું જાહેરનામુ ઔપચારિક રીતે ચૂંટણી પંચને અપાતું હોય છે. જે ઓકટોબર મહિનામાં બહાર પડાયું હતું અને નવેમ્બર-2024માં રાજ્ય ચૂંટણી પંચને સોંપાયું હતું. તેથી ચૂંટણી પંચને નવેસરથી બેઠકો નક્કી કરવાનો અને નિયમો ઘડવાનો સમય મળ્યો ન હતો. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button