અમદાવાદ અને વડોદરામાં નવા મેયર અને પદાધિકારીઓની વરણી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેર મનપા સહિત રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્િંડગ કમિટીના ચેરમેનની ટર્મ પૂર્ણ થઇ છે. નવા મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદો પર આ વખતે નો રિપીટ થિયરી અમલી બનાવવામાં આવી છે અને અમદાવાદ અને વડોદરાના નવા મેયર અને ડેપ્યૂટી મેયરના નામની જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવી હતી. જેમાં પ્રતિભા જૈનની અમદાવાદના મેયર પદે વરણી કરવામાં આવી હતી. જ્યારે ડેપ્યૂટી મેયર જતિન પટેલ અને સ્ટેન્િંડગ કમિટી ચેરમેન તરીકે દેવાંગ દાનીની વરણી કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરનાં નવાં મયેર પ્રતિભા જૈન ભાજપના પાયાના મહિલા કાર્યકર છે. તેઓ શાહીબાગમાં ત્રણ ટર્મથી કોર્પોરેટર છે. તેઓ રાજસ્થાની જૈન સમાજનો ચહેરો છે. જૈન સમાજની સેવાકિય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. વડોદરામાં પિન્કી સોનીની મેયર પદે વરણી કરવામાં આવી હતી. જ્યારે ડેપ્યૂટી મેયર પદે ચિરાગ બારોટની નિયુક્તિ કરવામાં આવી હતી. સ્ટેન્િંડગ કમિટી પદે ડો. શિતલ મિસ્ત્રીની જ્યારે શાસક પક્ષના નેતા તરીકે મનોજ પટેલની વરણી કરવામાં આવી હતી.
થોડા સમય પહેલા અમદાવાદ, વડદોરા, રાજકોટ સહિતના મેયર અને ડેપ્યૂટી મેયર સહિતનાં પદો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નામ નક્કી કરવામાં આવ્યા હતા.
અમદાવાદમાં 15 જેટલા સભ્યોને સ્ટેન્િંડગ કમિટી માટે ફોર્મ ભરવા જણાવવામાં આવ્યું હતું. જેમાંથી ત્રણ નામ કમી કરાયા છે અને 12 નામોમાંથી હાઈ કમાન્ડની સૂચના અનુસાર ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી હતી. ઉ