ગાંધીધામના અંબે માતાજીનાં મંદિરમાંથી આઠ છત્તરોની ચોરી | મુંબઈ સમાચાર

ગાંધીધામના અંબે માતાજીનાં મંદિરમાંથી આઠ છત્તરોની ચોરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: શક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રીના આગમનને હવે જયારે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પૂર્વ કચ્છના ગાંધીધામ શહેરના ચારસો ક્વાર્ટરમાં આવેલા અંબે માતાના મંદિરમાંથી ચાંદીના આઠ છત્તરોની ચોરી થઇ જતાં શ્રદ્ધાળુઓ રોષે ભરાયા છે. શહેરમાં મીઠાઈની દુકાન ધરાવતા મહેશ તારાચંદ રાજવાણીએ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરીયાદને ટાંકી તપાસકર્તાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ચોરીનો બનાવ ગત ૩જી ઑક્ટોબરના રોજ બનવા પામ્યો હતો જેમાં એલ્યુમિનિયમ કાચના સેક્શનનું લોક તોડી મંદિરની અંદર બિલ્લીપગે પ્રવેશેલા અજાણ્યા તસ્કરે અંદાજિત રૂ. ૮૦,૦૦૦ની કિંમતનું ચાંદીનું એક મોટું છત્તર તથા અન્ય નાના આઠ છત્તરની ચોરી કરી અંધારામાં ઓઝલ થઇ ગયા હતા. એ-ડિવિઝન પોલીસે અજાણ્યા ચોર ઇસમોનું પગેરું મેળવવા વધુ તપાસ હાથ ધરી છે. મંદિરમાં ચોરીની વધુ એક ઘટનાથી ભક્તજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

સંબંધિત લેખો

Back to top button