આપણું ગુજરાત

આણંદના આ ગામે ફૂડ પોઈઝનીંગની અસર; 24 લોકો ભોગ બન્યા તો 2 ના મોત

આણંદ : ગુજરાતના ગાંધીનગર અને પાલનપુરમાં કોલેરાનો હાહાકાર છે ત્યારે આણંદ જિલ્લાના ચિખોદરામાં 24 લોકો ફૂડ પોઈઝનીંગનો ભોગ બન્યા છે. જેમાંથી 2 લોકોના શંકાસ્પદ મૃત્યુ પણ થયા છે, જ્યારે અન્ય 6 જેટલા લોકો હાલ સારવાર હેઠળ છે. ચિખોદરામાં ઝાડા ઊલ્ટીનો રોગચાળો ફાટી નીકળ્યો છે. 4 દિવસમાં 50થી વધુ ઝાડા ઊલ્ટીના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ પણ હવે કામે લાગ્યું છે.

ચીખોદરા ગામના ધડશાપૂરા વિસ્તારમાં 24 લોકોને ફૂડ પોઝનિંગની અસર થઈ છે. ચાર અસરગ્રસ્તો માંથી 6 લોકોની હાલ સારવાર ચાલી રહી છે, જો કે એક 14 વર્ષીય સગીર અને વૃદ્ધનું મોત થયું છે. રોગચાળો ફાટી નીકળ્યા બાદ આરોગ્ય વિભાગ પણ કામે લાગી ચૂક્યું છે. હાલ 2 ડૉક્ટર સહિતની મેડિકલની 6 ટીમો દ્વારા ગામમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

હાલ આરોગ્ય વિભાગની ટીમો દ્વારા 3 સેમ્પલ લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. 24 કલાક ડોકટરની ટીમ એમ્બ્યુલન્સની સાથે જ ગામમાં તૈનાત કરવામાં આવી છે. હાલ તો ગામમાં સુધેશ્વર મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના જમણવારમાં દૂષિત ખોરાક ખાવાને લીધે આ રોગચાળો ફાટ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button