ભારે વરસાદને લઈને આવતીકાલે Rajkotમાં શૈક્ષણિક કાર્ય રહેશે બંધ
રાજકોટ: રાજ્યમાં હાલ પડી રહેલા ભારે વરસાદના લીધે સર્વત્ર પાણીપાણી જ છે. સાથે જ હવામાન વિભાગે પણ ભારે વરસાદ પાડવાની આગાહી કરી છે. રાજકોટમાં પણ મેઘ રાજાએ મહેર વરસાવી હતી. ધોધમાર વરસાદના કારણે કેટલાક નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાના લીધે આવાન જાવનમાં મુશ્કેલીઓ પડી રહી છે. જેને લઈને તંત્ર દ્વારા આવતીકાલે 2 જુલાઇના રોજ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી મેઘરાજાએ મહેર વરસાવી છે. ધોધમાર વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી લોકોને આવવા જવામાં મુશ્કેલી સર્જાય છે. વરસાદ પાણી રસ્તા પર ફરી વળવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓને હેરાનગતિ ન થાય અને મુશ્કેલી ન સર્જાય તે માટે આવતીકાલે 2 જુલાઇના શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. આ સાથે જ સ્ટાફને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યના હવામાન વિભાગે પણ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પાડવાની આગાહી વ્યક્ત કરી છે. જેને લઈને શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.