શિક્ષણ મૂલ્યનિષ્ઠ, સભ્ય અને સમાજ પ્રત્યે જવાબદેહ હોવું જોઇએ: રાજ્યપાલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વિશ્વશાંતિને હણનારા કંઈ કેટલાય આતંકીઓ પણ ઉચ્ચ ડિગ્રીઓ ધરાવે છે, છતાં આતંકનો માર્ગ પસંદ કર્યો છે. એટલે જ શિક્ષણ મૂલ્યનિષ્ઠ, સભ્ય અને સમાજ પ્રત્યે જવાબદેહ હોવું જરૂરી છે એવું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું.
સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 55મા પદવીદાન સમારોહમાં બોલતા રાજ્યપાલે વધુમાં કહ્યું હતું કે, ભારતની પ્રાચીન ગુકુલ પરંપરામાં પણ ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા-દીક્ષા અર્પણ કરી અંતમાં સત્ય બોલવા, ધર્મનું આચરણ કરવા અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતા હતા.
તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને સ્વાધ્યાયમાં-જ્ઞાન ઉપાર્જનમાં કયારેય આળસ નહીં કરવા જણાવ્યું હતું. સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે.
શિક્ષણ રાજ્યપ્રધાન પ્રફુલભાઈ પાનસેરીયાની વિશેષ ઉપસ્થિતિમાં યુનિવર્સિટીના ક્નવેન્શન હોલ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલ અને મહાનુભાવોના હસ્તે 12 વિદ્યાશાખાઓના 96 અભ્યાસક્રમોના 17,375 યુવા છાત્ર-છાત્રાઓને મેડલ્સ તથા પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત 81 પીએચ.ડી. તથા ચાર એમ.ફિલ. ને પદવીઓ એનાયત થઈ હતી. ઉ