આપણું ગુજરાત

ગુજરાતમાં EDની મોટી કાર્યવાહી, સરકારી ફંડમાં ઉચાપત મુદ્દે 19 સ્થળે કરી રેડ

અમદાવાદઃ ગુજરાતની પોસ્ટ ઑફિસમાં સરકારી ફંડના ગેરઉપયોગને લઈ ઈડી, અમદાવાદ ઝોનલ ઓફિસર દ્વારા 19 સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી એસીબી અને સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ બાદ કરવામાં આવી હતી. એક મામલામાં સબ પોસ્ટ માસ્ટરે એક વ્યક્તિ સાથે મળીને કાવતરું રચ્યું હતું. જેમાં આરડી ખાતાને છેતરપિંડીથી ખોલ્યા હતા અને બંધ કરી દીધા હતા. આ રીતે તેમણે 606 આરડી ખાતામાંથી 18.60 કરોડ રૂપિયાની સરકારી રકમ ઉપાડી હતી.

એક આરોપીએ સબ પોસ્ટ માસ્ટર તરીકે કામ કરતી વખતે અન્ય લોકો સાથે મળી ગુનાહિત કાવતરું રચીને 16-10-2019 થી 21-11-2022ના સમય ગાળા દરમિયાન 9.97 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. આરોપીએ SAPમાં ડેઇલી ટ્રાન્ઝેક્શન રિપોર્ટના માધ્યમથી ખોટી ચુકવણીને મેન્યુઅલ રીતે અપલોડ કરવાની રીત અપનાવી હતી.

રાવલવાડી પોસ્ટ ઓફિસના આરડી ખાતા બંધ થયા બાદ છેતરપિંડીથી બંધ કરાવ્યાના દસ્તાવેજ બનાવીને જમાકર્તાના અલગ અલગ નામથી એકથી વધારે વખત રકમ ઉપાડવામાં આવી હતી. આવા એકાઉન્ટમાંથી રકમ ઉપાડીને નવા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. ઉપરાંત ગ્રાહકોને છેતરવા માટે એક નવી જ રીત પણ અપનાવવામાં આવી હતી. જે મુજબ નવા ખાતા ખોલવા માટે ગ્રાહકો પાસેથી રૂપિયા જમા લેવામાં આવતા હતા, જૂની પાસબુક/નવી નકલી પાસબુકનો ફરી ઉપયોગ કરીને પાસબુક ઈસ્યુ કરતા હતા. પરંતુ હકીકતમાં આવા નામથી કોઈ ખાતા ખુલ્યા જ નહોતા.

Also Read – વલસાડના પારડીમાં સગીરે કરી મિત્રની હત્યા, કારણ જાણીને ચોંકી જશો

આ ઉપરાંત અન્ય મામલામાં તત્કાલીન પોસ્ટ સબમાસ્ટર, સૂરજકુજી પોસ્ટ ઓફિસ, જામનગર ડિવિઝને પણ આર્થિક લાભના ઉદ્દેશથી જાણી જોઈને નકલી દસ્તાવેજોને અસલી દસ્તાવેજ તરીકે ઉપયોગ કર્યો હતો. આ રીતે સરકારની ધનનો દુરુપયોગ કર્યો અને પોસ્ટઓફિસના 2.94 કરોડ રૂપિયાનો દુરુપયોગ કર્યો હતો. આરોપી વ્યક્તિએ ચોટિલા સબ પોસ્ટ માસ્ટર તરીકે ફરજ દરમિયાન 1.57 કરોડની ઉચાપત કરી હતી. દરોડા દરમિયાન 1 કરોડ રૂપિયાની રકમ જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત 1.50 કરોડ રૂપિયાની વિવિધ અચલ સંપત્તિનું વિવરણ પણ મળી આવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button