આપણું ગુજરાત

અમેરિકા-કેનેડામાં ઘૂસણખોરી ઇડીના દરોડાને અંતે અમદાવાદના એજન્ટોની ₹ ૧ હજાર કરોડની એન્ટ્રીઓ મળી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અમેરિકા-કેનેડામાં ઘૂસણખોરી કેસમાં ઈડીની કાર્યવાહી શરૂ થઇ છે. જેમાં અમદાવાદ સહિત ૨૯ સ્થળ પર દરોડા પડ્યા હતા. તેમાં એજન્ટ બોબી પટેલ, રાજુ પ્રજાપતિને ત્યાં દરોડા પડ્યા હતા. એજન્ટ ભાવેશ પટેલ સહિત પાંચને ત્યાં દરોડામાં ઈડી દ્વારા ડિજિટલ ડેટા જપ્ત કરી એક હજાર કરોડની એન્ટ્રીઓ મળી હોવાની માહિતી મળી હતી, તેમ જ ૫૦ લાખ વિદેશી અને રૂ.૧.૫૦ કરોડની રોકડ જપ્ત કરાઇ હતી. ઈડીએ ગુના દાખલ કરાયો હતો. ત્રણ વર્ષમાં ૧૫૦૦ જેટલા લોકોને ગેરકાયદે વિદેશ મોકલ્યા છે. તેમજ ઈડીને કેટલાક બોગસ પાસપોર્ટ પણ મળી આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ સહિત દેશભરમાં ૨૯ સ્થળોએ દરોડા પાડીને ૫૦ લાખનું વિદેશી ચલણ જપ્ત કર્યું હતું. સીબીઆઇના દરોડા બાદ ઇડીએ યુએસ અને કેનેડામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવનાર ગુજરાતના કુખ્યાત એજન્ટો ભરત પટેલ ઉર્ફે બોબી પટેલ અને સાગરિત ચરણજીત સિંગની ઓફિસ અને રહેઠાણે ઇડીના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. ઇડીના અધિકારીઓ દરોડા દરમિયાન ૫૦ લાખનું વિદેશી ચલણ, ૧.૫૦ કરોડની બિનહિસાબી રોકડ રકમ, વીઝા કરવા માટે બોગસ બનાવેલા દસ્તાવેજો જપ્ત કર્યા હતા. તમામ એજન્ટોએ ત્રણ વર્ષમાં ૧૫૦૦ જેટલા લોકોને ગેરકાયદેસર વિદેશ મોકલ્યા છે જેની એક હજાર કરોડની એન્ટ્રીઓ ઇડીને મળતા પીએમએલએ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ઇડીએ અમદાવાદમાં ઘાટલોડિયા, નારણપુરા, ગાંધીનગર ઉપરાત દિલ્હી, કોલકત્તા અને મહારાષ્ટ્રમાં પણ દરોડા પાડ્યા હતા. ચારેય રાજ્યોના એજન્ટો મળીને ઇન્ટરનેશનલ રેકેટ ચલાવતા હતા. બોબી પટેલ અને તેનો સાગરિત ચરણજીતસિંગ એક વ્યક્તિના ૭૫ લાખ, કપલ હોય તો ૧.૨૫ કરોડ અને બાળકો હોય તો ૧.૫૦ કરોડ રૂપિયા ચાર્જ કરતા હતા. એજન્ટો મેકિસકો, યુરોપિયન ક્ધટ્રી તેમજ યુએસ અને કેનેડાના એજન્ટો સાથે વોટ્સએપમાં બનાવી ગો-ઓન અમેરિકાની એપના માધ્યમથી સંપર્કમાં હતો. ઇડીના દરોડામાં બોગસ પાસપોર્ટ પણ મળી આવ્યા છે. અનેક ગુનામાં સંડોવાયેલો બોબી પટેલ પોલીસના હાથમાં આવ્યો નહતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker