આપણું ગુજરાતજૂનાગઢ

ઇકો ઝોન રદ કરવાની માંગ સાથે તાલાલામાં બેઠક: રાજેશ ચુડાસમા, હર્ષદ રિબડીયા પણ હાજર…

તાલાલા: ગીર જંગલની આસપાસના ગામોમાં ઇકો – સેન્સેટિવ ઝોન લાગુ કરવાને લઈને સ્થાનિક લોકોએ સરકારની સામે બાયો ચઢાવી છે. જ્યારથી સરકાર દ્વારા આ પરિપત્ર બહાર પાડીને જાહેરાત કરી છે ત્યારથી જ જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી સહિતના અનેક તાલુકામાં ઇકોઝોન નાબૂદ કરવાને ઉગ્ર વિરોધના વાવાઝોડાનું મધપુડો છંછેડાયો છે. જેને લઈને ગીર સોમનાથના તાલાલામાં સૂચિત ઈકો ઝોનને રદ કરવા મુદ્દે આજે બેઠક યોજવામાં આવી છે. તાલાલા APMC ખાતે આ મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી, આ બેઠકમાં સાંસદ રાજેશ ચુડાસમા પણ હાજર રહ્યા.

આ પણ વાંચો : એશિયાઈ સિંહોના રક્ષણ માટે સરકારનો મોટો નિર્ણય: 196 ગામોનો ઇકો-સેન્સિટિવ ઝોનમાં સમાવેશ

ઇકો – સેન્સેટિવ ઝોનની જાહેરાત બાદ તેનો વિરોધ હવે છેક ગ્રામ્ય કક્ષા સુધી પહોંચી ગયો છે, અને જેમાં ગ્રામ્ય લોકોપણ જોડાય રહ્યા છે. આ મુદ્દે રાજકીય પક્ષો સહિત કિશાન સંઘ અને ખેડૂતો પણ સરકારના આ પરિપત્ર સામે વિરોધ નોંધાવી રહ્યા છે. આ વિરોધને શાંત કરવા સરકાર અને વન વિભાગ પ્રયત્નો કરી રહ્યું છે. આ સંદર્ભે આજે તાલાલા APMC ખાતે સૂચિત ઈકો ઝોન રદ્દ કરવા મહત્વપૂર્ણ બેઠક યોજાય હતી.

આ પણ વાંચો : Eco Zoneના વિરોધમાં ખેડૂતો મેદાનમાં: માધવપુરમાં યોજાયું 45 ગામના ખેડૂતોનું સંમેલન

તાલાલા APMC ખાતે યોજાયેલી બેઠકમાં ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના અસરગ્રસ્ત ગામોના સરપંચો હાજર રહ્યા હતા. ઉપરાંત તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયા સહિત ભાજપના પ્રમુખ મહેન્દ્ર પીઠિયા પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય બેઠકમાં મોટી સંખ્યામાં જવાબદાર આગેવાનો પણ હાજર રહ્યા.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker