Earthquake tremors do not stop in Gujarat Earthquake ten times

ગુજરાતમાં ભુકંપના આંચકાનો સિલસિલો રોકાતો નથીઃ ત્રણ મહિનામાં દસ વાર ધરતી ધણધણી

કચ્છઃ ગુજરાતમાં 2001માં ભુકંપે વિનાશ સર્જ્યો હતો. મુખ્યત્વે કચ્છ જિલ્લામાં ભારે તારાજી સર્જી હતી ત્યારે હજુ પણ ભુકંપના આંચકા કચ્છને કનડી રહ્યા છે. જોકે માત્ર કચ્છ જ નહીં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વારંવાર ભુકંપના આંચકા અનુભવાય છે.

કચ્છની વાત કરીએ તો શુક્રવારે છઠ્ઠી ડિસેમ્બરે બપોરે રાપર નજીક 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જોકે એકલા નવેમ્બર મહિનામાં જ આઠ આંચકાનો અનુભવ લોોકએ કર્યો છે.

આ પણ વાંચો…કૌભાંડની બૂ? મોરબીમાં PMJAY અંતર્ગત સૌથી વધુ ઓપરેશન કરનારી હોસ્પિટલ સામે તપાસના આદેશ

ગુજરાતમાં ચાલુ વર્ષે ભૂકંપના કુલ 13 આંચકા નોંધાયા છે. જેમાં જાન્યુઆરીમાં બે આંચકા, ફેબુ્રઆરીમાં એક, ઓક્ટોબરમાં એક આંચકા, નવેમ્બરમાં આઠ જ્યારે ડિસેમ્બરમાં અત્યાર સુધી એક આંચકો નોંધાયો છે. જેની સરખામણીએ ગત વર્ષે 2023માં પાંચ આંચકા, 2022માં એક આંચકો જ્યારે 2021માં સાત આંચકા આંચકા નોંધાયા હતા.
ચાલુ વર્ષે 13માંથી સાત આંચકા સાથે કચ્છ એપિસેન્ટર રહ્યુ છે.

વર્ષ 2024માં છ આંચકામાં તીવ્રતા ચારથી વધારે નોંધાઇ હતી. જેમાં 15મી નવેમ્બરના 4.2ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. ત્યારે પાટણથી 13 કિલોમીટર દૂર એપિસેન્ટર નોંધાયુ હતું. 2024માં સૌથી વધુ 13 આંચકા અનુભવાયા છે.

સંબંધિત લેખો

Back to top button