આપણું ગુજરાતકચ્છટોપ ન્યૂઝ
મધરાત્રે Kutchમાં ભૂકંપનો આંચકો, લોકોમાં ગભરાટ
ભુજ: ગત મધરાતે કચ્છની ધરા ફરી એકવાર ધ્રુજી ઉઠી હતી. ભૂકંપના આંચકાના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, લોકો ઊંઘમાંથી ઊઠીને ઘરની બહાર દોડી આવ્યા હતા.
ગુજરાતના કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ આ ભૂકંપના આંચકા મધરાત્રે લગભગ 3 વાગ્યે અને 54 મિનિટે અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 નોંધાઈ હતી.
ભૂકંપનું કેન્દ્ર ખાવડાના ઉત્તરપૂર્વમાં
અત્યાર સુધી મળતી માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિંદુ કચ્છના ખાવડાથી લગભગ 47 કિ.મી. ઉત્તરપૂર્વમાં બતાવાઈ રહ્યું છે. જોકે અત્યાર સુધી આ ભૂકંપને કારણે કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર નથી. મધરાત્રે ભુકંપ આવતા લોકો ઊંઘમાંથી ઊઠીને ઘરની બહાર દોડી આવ્યા હતા.
Also Read –
Taboola Feed