ગુજરાતનાં મહેસાણામાં ધરા ધ્રુજી; 2.6 ની તીવ્રતાનો ભૂકંપ

ગાંધીનગર : ગુજરાતનાં અમુક ભાગોમાં આજે ભૂકંપના આચકા અનુભવાયા હતા. ઉત્તર ગુજરાતનાં અમુક ભાગો તેમજ સૌરાષ્ટ્રના અમુક પંથકોમાં પણ અસર જોવા મળી હતી. એકાદ અઠવાડિયા પહેલા પણ ગીર સોમનાથના તાલાલા અને જુનાગઢના માળીયા હાટીના તાલુકામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેના લીધે લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર આજે બપોરે પોણા બાર વાગ્યા આસપાસ મહેસાણામાં ભૂકંપનો હળવો આંચકો નોંધાયો હતો. ભૂકંપની તીવ્રતા રીકટર સ્કેલ પર 2.6 નોંધાઈ હતી. મહેસાણાથી 18 કિમી દૂર તેનું એપી સેન્ટર નોંધાયું હતું. ભૂંકપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
આની પહેલા પણ છેલ્લા ત્રણ મહિનામાં સૌરાષ્ટ્રમાં ત્રણેક નાના નાના ભૂકંપના આચકા અનુભવાયા હતા. રાજકોટના ઉપલેટામાં પણ આંચકો અનુભવાયો હતો. આની પહેલા પણ માળીયા હાટીના તાલુકામાં પણ ભૂકંપનો આચકો નોંધાયો હતો. તો ફીર સોમનાથના તાલાલામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો