આપણું ગુજરાત

ગીર સોમનાથના તાલાલામાં Earth quake નો આંચકો અનુભવાયો

અમદાવાદ : ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં આજે વહેલી સવારે ફરી એક વાર ધરા ધ્રુજી હતી. જેમા ગીર સોમનાથના તાલાલામા આજે સવારે 8.18 કલાકે ભૂકંપનો(Earth quake)આંચકો નોંધાયો હતો. તાલાલામાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલથી 12 કિમી દૂર નોંધાયું હતું. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.8 નોંધાઈ હતી. જો કે વર્ષ 2021 બાદ અત્યાર સુધી ગીર સોમનાથ જિલ્લામાં રિકટર સ્કેલ પર 3 થી 4.8ની તીવ્રતાના 8 જેટલા ભૂકંપના આંચકા નોંધાયા છે. જેમાં બે ભૂકંપના આંચકા રિકટર સ્કેલ પર 4 થી વધુની તીવ્રતા હતા જ્યારે 6 આંચકા રિકટર સ્કેલ પર 3 થી 4 ની તીવ્રતાના હતા.

ભૂકંપ કેમ આવે છે ?

પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે.  આપને જણાવી દઈએ કે,રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે.

રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા

રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ 1935માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker