આપણું ગુજરાત

મુસાફરો આનંદોઃ અમદાવાદથી લોનાવાલા અને મહાબળેશ્વર પહોંચવું સરળ થયું, ફલાઇટ થઈ શરૂ

અમદાવાદઃ ફરવાના શોખીન ગુજરાતીઓ માટે આનંદના સમાચાર છે. દિવાળી, ઉનાળાના વેકેશનમા અને હાલ ચાલુ ચોમાસાની સીઝનમાં ચોમાસાની મજા લઇ શકે તેવા હિલ સ્ટેશનો સુધી પહોંચવા માટેની અમદાવાદ એરપોર્ટ(Ahmedabad Airport) પરથી સીધી ફ્લાઇટસ શરૂ કરવામાં આવી છે. જેના પગલે હવે અમદાવાદથી લોનાવાના કે મહાબળેશ્વર( Lonavala- Mahabaleshwar) ઉપરાંત કેરળના મુન્નાર કે એલેપ્પીના નજીકના એરપોર્ટ સુધી સીધા હવાઈ માર્ગે પહોંચી શકશે.

અમદાવાદ એરપોર્ટથી ફલાઈટમાં વધારો થયો
અમદાવાદ શહેર એરપોર્ટથી ઓલી-દહેરાદૂન કે મસૂરી, હરિદ્વાર ઋષિકેશ માટે પણ દહેરાદૂનના જોલી ગ્રાન્ટ એરપોર્ટ સુધી ડાયરેક્ટ ફલાઇટની સુવિધા શરૂ કરવામાં આવી છે. ગુજરાત સહિત દેશવાસીઓનો ઓલ ટાઇમ ફેવરિટ ગોવા જવા માટે પણ અમદાવાદથી સીધી કનેક્ટિવિટીમાં ઘણો વધારો કરવામાં આવ્યો છે. જેને પગલે ગોવા માટે દરરોજની ફ્લાઇટ પ્રાપ્ય છે.

અમદાવાદથી ધુમ્મસની ટેકરીઓ અને ઝરમર ધોધ વચ્ચે ચોમાસાનો અનુભવ કરી શકે, તેના માટે અકાસા એરની બે અને ઇન્ડિગો એરલાઇન્સની ત્રણ ફ્લાઇટ દ્વારા અમદાવાદથી પુણે સુધી પહોંચી શકશે, જ્યાંથી લોનાવલા કે મહાબળેશ્વર સરળતાથી પહોંચી શકાશે.

ચોમાસામાં પર્વતો પર મોનસૂન મેજિકનો નજારો માણો:
અમાવાદથી ગોવાની કનેક્ટિવિટી પણ સરળ છે. અમદાવાદથી મોપા અને ડાબોલિમ એરપોર્ટ માટે કનેક્ટિવિટી ઉપલબ્ધ છે. ઉત્તર ગોવા જવા મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધી ઈન્ડિગો, સ્પાઈસજેટ અને અકાસા એરની દરરોજની એક ફ્લાઈટ ઉપલબ્ધ છે.
કચ્છના રણની મુલાકાત લેવી હોય તો પણ અમદાવાદથી ભૂજની ફ્લાઇટ મળે છે. અમદાવાદ એરપોર્ટ પરથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી સતત વધી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…