શ્વેત વાઘાના દૈદિપ્યમાન શૃંગાર સાથે શ્રી દ્વારકાધીશને દિવ્ય અન્નકૂટ ધરાવાયો, હજારો ભક્તો ઉમટ્યા…

દ્વારકા: ગુજરાતના પવિત્ર યાત્રાધામ દ્વારકામાં ગોવર્ધન પૂજા મનોરથ ઉજવાયો હતો. જેના દર્શન કરવા માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. ભગવાન દ્વારાકાધીશજીને અન્નકૂટ ધરાવવામાં આવે તે પહેલાં મંદિર પરિસરમાં આ પૂજા કરવામાં આવી હતી.
અન્નકૂટના દિવસે સવારે 11 વાગ્યાની આસપાસ વૈદિક ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે ગોવર્ધનની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. દ્વારકાધીશ જગતમંદિરમાં શ્રીજીને અન્નકુટ મનોરથ યોજવામાં આવ્યા હતાં.

બપોરે 1 વાગ્યે અનોસર દર્શન બંધ કરવામાં આવ્યા હતા, સાંજે 5થી 7 સુધી ભાવિકોને અન્નકૂટના દર્શનનો લહાવો મળ્યો હતો. ઠાકોરજીના ઉત્થાપન દર્શન સમયે શ્વેત વાઘાના દૈદિપ્યમાન શૃંગાર સાથે દિવ્ય અન્નકુટ મનોરથ યોજાયા હતાં.
આ અન્નકુટ મનોરથનો હજારો ભાવિકોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન જેવા વિવિધ માધ્યમોથી કૃષ્ણભકતોએ દિવ્ય દર્શનને નિહાળ્યા હતાં.
આ પણ વાંચો…દ્વારકાધીશ મંદિરમાં ‘ભાઈ બીજ’ના દર્શનના સમયમાં ફેરફાર; અડધો કલાક વહેલા થશે મંગળા આરતી