Dwarka Jagat Mandirની મુલાકાત લેવાનું Planning કરી રહ્યા છો? પહેલાં મહત્ત્વના સમાચાર વાંચી લો…
દ્વારકાઃ દ્વારકા એ ગુજરાતના રહેવાસીઓ તેમ જ કૃષ્ણપ્રેમીઓ માટે સેન્ટર ઓફ અટ્રેક્શન બની ચૂક્યું છે અને દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો જગત મંદિરમાં બિરાજમાન કાળિયા ઠાકોરના દર્શન માટે આવે છે. જો તમે પણ દ્વારકા જવાનો કે કાળિયા ઠાકોરના દર્શને જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ માહિતી તમારા માટે જ છે. આવતીકાલે એટલે કે 10મી મેના અક્ષય તૃતિયા નિમિત્તે મંદિરમાં કાળિયા ઠાકોરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવો જોઈએ શું હશે આ નવો બદલાયેલો નવો સમય…
હિંદુ ધર્મમાં અક્ષય તૃતિયાનું એક આગવું જ મહત્વ છે. આ દિવસે લોકો કોઈ પણ નવું કામ શરૂ કરે છે કે પ્રોપર્ટી, વાહન, સોના-ચાંદીની ખરીદી કરે છે અને મંદિરોમાં ભદવાનના દર્શન માટે પહોંચે છે. અને એને ધ્યાનમાં લઈને મંદિરમાં થનારા ભક્તોના ધસારાના ધ્યાનમાં લઈને મંદિર પ્રશાસન દ્વારા એક દિવસ માટે દર્શનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મળી રહેલી માહિતી પ્રમાણે આવતીકાલે સવારે 6.30 કલાકે મંગળા આરતી, 9 વાગ્યે શ્રુંગાર દર્શન અને 10 વાગ્યા શ્રુંગાર આરતી કરવામાં આવશે. ત્યાર બાદ 10.30 કલાકથી બપોરે 12 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. 12 વાગ્યે ઉત્સવ આરતી અને દર્શન કરી શકાશે. ત્યારે ફરી 1.30 કલાકથી સાંજે 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. આ તમામ કાર્યક્રમ પૂરા થયા બાદ જ મંદિર રાબેતા મુજબ દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં વેકેશનનો સમય ચાલી રહ્યો છે જેને કારણે દ્વારકા આવનારા ભક્તોનો ધસારો વધારે હોય છે. મંદિરના દર્શને આવનારા ભક્તોને પડી રહેલી ગરમીનો ત્રાસ ના થાય એ માટે મંદિરના પરિસરમાં જ ડોમ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.