દ્વારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત: ઘટનાસ્થળે જ સાતનાં મોત- મૃત્યુઆંક વધવાની શક્યતા…
દ્વારકા: દ્વારકામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. દ્વારકા હાઈવે પર બરડિયા નજીક એક બસ અને કાર વચ્ચે ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં સાત લોકોના જ ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે, જ્યારે 25 જેટલા લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસ અને ફાયર વિભાગની ટીમે પહોંચીને રાહત કામગીરી શરૂ કરી દીધી છે.
આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. જ્યારે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં મુળુભાઈ બેરા, ધારાસભ્ય પબૂભા માણેક અને સાંસદ પૂનમ માડમ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. આ હજુ પણ અકસ્માતમાં મૃત્યુ આંક વધવાની સંભાવના છે.
ઘટના સ્થળે લોકોના ટોળે ટાળા ઉમટ્યા છે. સાથો સાથ પોલીસે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી છે તેમજ સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી છે. હાલ પ્રાપ્ત વિગતો અનુસાર જામનગર જી જી હોસ્પિટલના ચાર ડોક્ટર અને બે નર્સ મેડિકલ સાધનોની સાથે દ્વારકા જવા રવાના થઈ છે