આપણું ગુજરાત

નવરાત્રિમાં ખેલૈયા 38 ડિગ્રીના તાપમાનથી પરસેવાથી પલડશે

અમદાવાદ: ગુજરાતમાં આગામી અઠવાડિયામાં ચોમાસું વિદાય લેશે અને નવરાત્રિમાં વરસાદનું વિઘ્ન આવશે નહીં, પરંતુ દિવસનું તાપમાન 38 ડિગ્રી સુધી ઊંચુ જવાને લીધે રાત્રે બફારાનું પ્રમાણ ઘણું વધી જશે. દિવસની ગરમીની અસર રાતના ગરબાના ખેલૈયાઓને પરસેવો પડાવશે. ઑકટોબરમાં તાપમાન સામાન્યથી 2થી 3 ડિગ્રી વધુ રહી શકે છે. ઑકટોબરમાં શહેરમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે છે, જે વધીને 38 ડિગ્રી સુધી જઈ શકે છે. જો દર વર્ષની જેમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાય તો છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે.

રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં આગામી અઠવાડિયામાં વરસાદ પડી શકે છે. આગામી તા.7મી ઑક્ટોબર આસપાસ રાજ્યમાંથી ચોમાસું સત્તાવાર વિદાય લેશે. જોકે, સિઝનમાં દેશમાં 96 ટકા વરસાદની આગાહી સામે બેથી ચાર ટકાની વધઘટ સાથે 94 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં સામાન્ય કે સામાન્ય ઓછા વરસાદની આગાહી હતી. તેની સામે 19 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

બીજી બાજુ અમદાવાદ શહેરમાં સરેરાશ 57 ઇંચ વરસાદ સામે 44.25 ઇંચ થઇ ચૂક્યો છે. છેલ્લા 10 વર્ષના આંકડા મુજબ ઑકટોબરમાં સરેરાશ બે દિવસ દોઢેક ઈંચ વરસાદ થાય છે. શહેરમાં 3 દિવસથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button