આપણું ગુજરાત

સુરતમાં BJPના કોર્પોરેટરના ઘરે લગ્ન પ્રસંગ દરમિયાન 15 તોલાના સોનાના હાર સહિત 14 લાખની ચોરીથી ચકચાર

Surat News: રાજ્યમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. આ દરમિયાન સુરતથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ભાજપના કોર્પોરેટના ઘરે લગ્ન પ્રસંગ દરમિયાન 14 લાખની ચોરી થતાં ચકચાર મચી ગઈ હતી.

શું છે સમગ્ર મામલો
અડાજણમાં રહેતા ભાજપના કોર્પોરેટર વૈશાલી શાહની પુત્રીના લગ્ન હતા. તે દરમિયાન અજાણ્યો ઇસમ રોકડા-દાગીનાની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયો હતો. જેની કુલ રકમ 14 લાખ હતી. ચોરી થઈ હોવાનું બીજા દિવસે પરિવારજનોના ધ્યામાં આવ્યું હતું. જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આવીને તપાસ શરૂ કરી હતી. તેમજ સીસીટીવી પણ ચેક કર્યા હતા. તપાસ દરમિયાન કોઈ જાણભેદુએ હાથફેરો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. અડાજણ પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

શેની શેની થઈ ચોરી

દાગીનામાં 15 તોલાના હારની પણ ચોરી થઈ હતી. આ ઉપરાંત દોઢ તોલાની સોનાની ચેઈન અને રોકડ રૂ. ૪૨,૦૦૦ ની ચોરી થઈ હતી. પરિવારજનો સોનાનો હાર, બેસલેટ લઈને તમામ દાગીના એક પાઉચમાં મૂક્યા હતા તે લઈને અજાણ્યો ચોર ઇસમ ફરાર થઈ ગયો હતો. પરિવારજનો લગ્નપ્રસંગ અને ઘરના કામમાં વ્યસ્ત થઈ ગયા હતા અને ચોરીની ઘટના બની હતી.

પોલીસે શકમંદોની શરૂ કરી પૂછપરછ

સુરત ભાજપના મહિલા કોર્પોરેટરના ઘરે ચોરી થતા પોલીસ પણ દોડતી થઈ હતી અડાજણ વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ પોલીસે તપાસ હાથધરી હતી અને શકમંદોની પૂછપરછ પણ કરી હતી રૂપિયા 14 લાખની ચોરીમાં પોલીસે ડોગ સ્કવૉડની પણ મદદ લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button