આપણું ગુજરાત

કમોસમી વરસાદથી ગુજરાતમાં અનેક જગ્યાએ પાકને નુકસાન પહોંચતા ખેડૂતો પાયમાલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજકોટનાં ગ્રામ્ય પંથકમાં આજે સવારથી જ મેઘો મુશળધાર બનીને વરસ્યો હતો. કમોસમી માવઠાની આગાહીના પગલે આજે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. પરંતુ રાજકોટનાં ગ્રામ્ય પંથકમાં પડેલા વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. કપાસ અને એરંડાના તૈયાર પાકને નુકસાન પહોંચતા ખેડૂતોએ સરકારને સહાયની માગણી કરી છે.
રાજકોટનાં ગ્રામ્ય પંથકમાં વાવાઝોડાની જેમ આજે ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. આણંદપર, કોઠારીયા, બાઘી, નારણકામાં પાકને મોટું નુકસાન થયું છે. આ ઉપરાંત પીપળીયા, ડુંગરકા, બેડી અને હડાળા ગામે પણ વરસાદ ખેડૂતો માટે વિલન બન્યો હતો અને ધરતીપુત્રોની ૩થી ૪ મહિનાની મહેનતને બગાડી નાખી હતી. વરસાદ ખાબકતા ખેતીનો પાક નાશ પામ્યો છે. એરંડા, કપાસ, તુવેર અને ચણાના પાકમાં મોટું નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ રહી છે. ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબકતાં ખેતરમાં ઉભેલો મોલ નાશ પામ્યો હતો. ખાસ કરીને ઘણાં ખેડૂતોનો કપાસ અને એરંડાનો પાક નિષ્ફળ ગયો હતો.

ગુજરાતનાં સરહદી જિલ્લા બનાસકાંઠામાં અનેક જગ્યાએ કરા અને ગાજવીજની સાથે વરસાદ પડ્યો છે. જેના લીધે ખેતીને ભારે નુકસાન થયું છે. બનાસકાંઠામાં ડીસા અને દિયોદર પંથકમાં કરાની સાથે વરસાદ વરસ્યો હતો. જેના લીધે રવિ પાકની સીઝનમાં તૈયાર થઈ રહેલો પાક અને ખેતરોમાં ઉભેલો પાક બંનેને ભારે નુકસાન થયું છે. વાવ, સૂઈગામ અને ભાભર પંથકમાં આસમાનમાંથી ખેડૂતોના માથે જાણે કે અભિશાપ વરસ્યો હોય તેમ કુદરતનો કેર થઈને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો.

આ વરસાદથી ઘણાં ખેતરોમાં ઉભેલા પાકનો સોથ વળી ગયો હતો. ઘણી જગ્યાએ માર્કેટિંગ યાર્ડમાં રહેલી જણસોને પણ નુકસાન થયું હતું. ડીસા, દિયોદર, કાંકરેજ, ભાભર, સૂઈગામ, વાવ સહિતના પંથકમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. કમોસમી માવઠાનાં લીધે ગામ અને શહેરોની વચ્ચેથી રોડ પર પાણી વહેતા થયા હતા. ચારે તરફ વરસાદી પાણીનાં ખાડા-ખાબોચિયા બની ગયા હતા અને ટ્રાફિક પણ અવરોધાયો હતો.

સુરત જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું છે.

આ વચ્ચે ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે ઓલપાડ સુરત સ્ટેટ હાઇવે બ્લોક થઇ ગયો હતો જેના કારણે વાહન વ્યવહારને અસર થઈ હતી અને વાહનોની લાંબી લાઈન લાગી હતી. એક તબેલાનો શેડ તૂટી પડ્યો અને ઊડીને સ્ટેટ હાઇવે પર પડ્યો હતો. સ્ટેટ હાઇવે બ્લોક થતા વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તબેલા પર લગાવેલી સોલાર પેનલ ઉડી ગઈ હતી. ઓલપાડ-સારોલી તરફનો રસ્તો બંધ કરવાની સ્થિતિ ઊભી થઈ હતી.ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure