આપણું ગુજરાત

નવસારીના અમલસાડમાં આ કારણે ખેડૂતોમાં છવાઈ ખુશીની લહેર

નવસારી જિલ્લાના ઘણા ખેડૂતો બાગાયતી ખેતી પર નિર્ભર છે. અહીં વર્ષમાં બે વાર ચીકુનો પાક લેવામાં છે, ત્યારે લાભ પાંચમના પવિત્ર દિવસથી ચીકુની પ્રથમ સીઝનનો શુભારંભ થતા પ્રથમ દિવસે જ અમલસાડ માર્કેટ યાર્ડમાં 7થી 8 મણ ચીકુની આવક નોંધાઇ તી તેમ જ ચીકુના ભાવ 700 થી 1200 રૂપિયા સુધી બોલાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
છેલ્લા થોડા વર્ષોથી બદલાતા વાતાવરણમાં ચીકુના પાકમાં નવસારીના ખેડૂતોએ નુકશાની વેઠી હતી. પરંતુ આ વર્ષે ચોમાસા બાદ એકપણ માવઠું થયુ નથી અને તાપમાન પણ વ્યવસ્થિત રહેતા ચીકુવાડીઓમાં મબલખ અને સારો ફાલ આવતા ખેડૂતોને ધરપત થઈ છે. સારા પાકને કારણે ગણદેવી તાલુકાની સહકારી મંડળીઓ સહિત અમલસાડ માર્કેટ યાર્ડમાં પણ ચીકુની આવક રહેતા વેપારીઓમાં પણ ખુશી રહી છે. ત્યારે નવા વર્ષના પ્રારંભે ભારતભરમાં જાણીતા અમલસાડી ચીકુની લાભ પાંચમના પાવન દિવસે 7 હજાર મણથી વધુ આવક થઈ હતી.
અમલસાડ એપીએમસીમાં દીવાળી પહેલા જ ચીકુની આવક શરૂ થતા વેપારીઓએ ભારતમાં દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ચીકુ મોકલવાના શરૂ કર્યા હતા. જ્યારે લગભગ 8 હજાર મણ ચીકુની આવક થતા જ વેપારીઓએ ચીકુનું એસોર્ટિંગ કરી, ગ્રેડ પ્રમાણે બૉક્સ તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. ચીકુ ઝડપથી પોચા પડી જતા હોય છે તેમ જ બગડી જતા હોય છે આથી તમામ ખબરદારી વર્તવી પડે છે. હવે વેપારીઓને પણ વિવિધ રાજ્યોની બજારમાં સારા ભાવ મળવાની આશા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button