આપણું ગુજરાત

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદને લીધે ટ્રેન વ્યવહારને અસર, આટલી ટ્રેન રદ

અમદાવાદઃ વડોદરા અને અમદાવાદમાં ભારે વરસાદને લીધે ટ્રેન વ્યવહારને ભારે અસર થઈ હતી ત્યારે હવે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદને કારણે અમુક ટ્રેનો રદ કરવાનો વારો રેલવેને આવ્યો છે. રેલવેના અમદાવાદ મંડળ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અને અમદાવાદ ડિવિઝનના વાવણીયા-માળીયા મિયાણા સેક્શનમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે અને કેટલીક ટ્રેનોને અસર થઈ છે.

ટ્રેનો સંપૂર્ણપણે રદ

  • ટ્રેન નંબર 09455/09456 ગાંધીનગર કેપિટલ-ભુજ-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ 29 ઓગસ્ટ 2024 રદ રહેશે.
  • 29 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12834 હાવડા-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો

  • 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલ રાજકોટ સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ થશે. આમ રાજકોટ-ઓખા વચ્ચે આંશિક રદ રહેશે.
  • 29 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેઇલ રાજકોટથી ટૂંકી હશે. આમ ઓખા-રાજકોટ વચ્ચે આંશિક રદ રહેશે.


ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો

  • 29 ઓગસ્ટ, 2024ના રોજ, ગાંધીધામથી ચાલતી ટ્રેન નંબર 22952 ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ માળિયા મિયાણા-હળવદ-ધ્રાંગધ્રા-વિરમગામ થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
  • 28 ઓગસ્ટ, 2024ના રોજ, કામાખ્યાથી દોડતી ટ્રેન નંબર 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ વિરમગામ-ધ્રાંગધ્રા-હળવદ-માળીયા મિયાણા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button