વડોદરામાં વરસાદથી એસટી ડેપોના પાર્કિંગમાં 1000થી વધુ વાહનો પાણીમાં ગરકાવ

અમદાવાદઃ વડોદરા શહેરની વિશ્વામિત્રીમાં આવેલા વિનાશક પૂરે શહેરમાં ભારે તારાજી સર્જી (Flood in Vadodara) છે. પૂરને કારણે અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. દરમિયાન વડોદરામાં ભારે વરસાદથી સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST) ડેપોના અન્ડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં 1000થી વધુ વાહનો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ડબલ લેયર પાર્કિંગમાંથી મંગળવાર સુધીમાં પાણી બહાર કાઢવામાં આવશે. ચાર દિવસથી ડબલ લેયર પાર્કિંગમાંથી પાણી બહાર કાઢવા માટે 12 પંપ કાર્યરત છે. શહેરમાં પૂરના પ્રવેશેલા પાણી સેન્ટ્રલ એસટી ડેપોના પાર્કિંગમાં પણ ઘૂસી ગયા હતા.
પાણી કાઢતા હજુ મંગળવાર સુધીનો સમય લાગશે:
શહેરના સેન્ટ્રલ એસટી ડેપોના પાર્કિંગમાં એસટીબસમાં અપડાઉન કરનાર લોકો ટૂ વ્હિલર અને ફોર વ્હિલર પાર્કિંગ કરે છે. શહેરમાં પૂરના પ્રવેશેલા પાણી સેન્ટ્રલ એસટી ડેપોના પાર્કિંગમાં પણ ઘૂસી ગયા હતા. જેના કારણે પાર્કિંગમાં પાર્ક કરેલા વાહન પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. શહેરના સેન્ટ્રલ એસટી ડેપોના ડબલ લેયર બેઝમેન્ટ પાર્કિંગમાં ભરાયેલા પૂરના પાણી કાઢતા હજી મંગળવાર સુધીનો સમય લાગી શકે છે. ચાર દિવસથી 12 પંપ પાણી કાઢવા માટે કરરત છે. પાર્કિંગમાં 1000 જેટલા ટૂ વ્હિલર અને 20 ફોર વ્હિલર પાણીમાં ગરકાવ થઇ ગયા છે. જેના કારણે વાહન માલિકો મુશ્કેલીમાં મૂકાયા છે.
12 પંપ ત્રણ દિવસથી પાણી ખેંચી રહ્યા છે:
પાર્કિંગમાં 1000 જેટલા ટૂ વ્હિલર અને 20 ફોર વ્હિલર હોવાનું આ પાર્કિંગમાંથી પાણી કાઢવા માટે 12 પંપ ત્રણ દિવસથી મૂકવામાં આવ્યા હતા. જેમાં ત્રણ પંપો બંધ કરવામાં આવ્યા છે. શનિવાર રાત્રી સુધીમાં પ્રથમ લેયરનુ પાર્કિંગમાંથી પાણી નીકળ્યું હતુ. રવિવારે સવારથી બીજા પાર્કિંગમાંથી પાણી બહાર કાઢવાનું શરૂ કરવામાં આવ્યુ હતુ. હજી 48 કલાક સુધીનો એટલે કે મંગળવાર સુધીમાં પાણી સંપુર્ણ બહાર નીકળી જશે તેવુ સંચાલકો દ્વારા જણાવાયુ છે આ પાર્કિંગમાં 2000 વાહનો પાર્ક કરવાની સુવિધા છે.
Also Read –