આપણું ગુજરાત

Ahmedabad News: રતન ટાટાના નિધનથી ગુજરાતમાં એક દિવસનો શોક, અમદાવાદના GMDC મેદાનમાં નહીં થાય ગરબા

અમદાવાદ: જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટા (ઉ.વ.86)ના નિધનના કારણે ગુજરાતમાં પણ એક દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે. જેથી આજે એક દિવસનો શોક રહેશે અને રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકશે. જેને આજે લઈ આજે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં યોજાનારા ગરબા બંધ રહેશે. આજના ગાયિકા નિશા દ્વારા આ માહિતી આપવામાં આવી છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટથી આ જાણકારી આપી છે. રતન ટાટાના નિધનને લઈ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા મુંબઈ ગયા હતા. રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવ્યા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, તેમના નિધનથી ભારતે સાચા અર્થમાં એક અમૂલ્ય રતન ગુમાવ્યું છે. ભારતને ઔધોગિક ક્ષેત્રે વિશ્વભરમાં ગૌરવ અપાવનાર સ્વ. રતન ટાટાના અવસાનથી માત્ર ઉદ્યોગજગત જ નહિ, પરંતુ સમગ્ર દેશને અપૂરણીય ખોટ પડી છે.

https://www.facebook.com/reel/1056776976043880


અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં દરરોજના સરેરાશ 1 લાખ લોકો આવે છે
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં ચાલી રહેલા ગરબા મહોત્સવમાં લોકોનો ભારે ધસારો રહેતો હોય છે. નવરાત્રીના પ્રથમ સાત દિવસ દરમિયાન અહીં અંદાજે 7 લાખ લોકોએ મુલાકાત લીધી હતી.

બુધવારે રાત્રે રતન ટાટાનું થયું નિધન
બુધવારે રાત્રે 11.30 વાગ્યે રતન ટાટાનું બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયુ હતું. થોડા દિવસ પહેલાં જ તેમનું બ્લડ પ્રેશર ઘટી ગયું હોવાથી આઈસીયુમાં દાખલ હોવાના અહેવાલો આવ્યા હતા. જો કે, બાદમાં ટાટાએ સ્પષ્ટતા કરતાં સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી હતી કે, તેઓ સ્વસ્થ છે, માત્ર રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં છે. તેમની આ પોસ્ટ અંતિમ સોશિયલ મીડિયા પોસ્ટ બની ગઈ હતી.

ગુજરાતના ઘણા ગરબા ગ્રાઉન્ડમાં રતન ટાટાને અપાઈ શ્રદ્ધાંજલિ
રતન ટાટાના નિધનના સમાચાર મળતાં જ ગઈકાલે ગુજરાતમાં ઘણી જગ્યાએ ગરબા ગ્રાઉન્ડમાં બે મિનિટનું મૌન પાળીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. અમદાવાદના નિકોલમાં ખોડલધામ પાર્ટી પ્લોટમાં રતન ટાટાના નિધનની જાહેરાત કરીને મૌન પાળવામાં આવ્યું હતું. વડોદરાના વિશ્વવિખ્યાત યુનાઇટેડ વે બરોડાના ગાયક અતુલ પુરોહિતે જણાવ્યું હતું કે, ધ્યાનથી સાંભળજો બેટા, આજે આપણા દેશનું આપણે એક અનમોલ રત્ન ગુમાવ્યું છે. આપણા સૌના લાડીલા સર્વશ્રેષ્ઠ દાનવીર રતન ટાટાનું અવસાન થયું છે. આપણે સૌ એમને અહીં બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપીશું.
Note: ગ્રુપમાં આવેલો વીડિયો ખાસ એમ્બેડ કરવો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button