આપણું ગુજરાત

દીવ જિલ્લા પંચાયતની ત્રણ બેઠકનું શાંતિપૂર્ણ માહોલમાં 59 ટકા મતદાન, બે દિવસ બાદ ફરી ડ્રાય ડે

અમદાવાદઃ કેન્દ્રશાસિત પ્રદેશ દીવની જિલ્લા પંચાયતની ત્રણ બેઠકની ચૂંટણી બુધવારે યોજાઈ હતી. અહીં કુલ 14 મતદાન મથક પર મતદાન યોજાયું હતું. વહીવટી તંત્ર દ્વારા સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનની તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. બુધવાર યોજાયેલી ચૂંટણીમાં 59.09 ટકા મતદાન થયું હતું. મતદાનના આંકડા જોઈએ તો કુલ 4,339 મતદારે ફરજ નિભાવી હતી. મતદાન માટે મહિલા મતદારોએ વધારે ઉત્સાહ બતાવ્યો હતો. કુલ 2,838 મહિલા મતદાર અને 1,501 પુરુષ મતદારે મતદાનની ફરજ નિભાવી હતી.

સમગ્ર મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ હતી. મતદાન મથકો પર સઘન સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી, સાથે મતદારોની સુવિધાઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ ચૂંટણીને ધ્યાનમાં રાખી દીવમાં ડ્રાય ડે જાહેર કરવામાં આવ્યો હતો. હવે આઠમી નવેમ્બર, 2025ના રોજ અહીં મત ગણતરી થશે.

આ પણ વાંચો : બિહારમાં ગુરુવારે પ્રથમ તબક્કામાં 121 વિધાનસભા બેઠકો પર મતદાન, 1314 ઉમેદવારો મેદાનમાં

દીવ ગુજરાતીઓ માટે ખાસ ફરવાનું સ્થળ છે. આ સાથે ગુજરાતમાં દારૂબંધી હોવાથી લોકો અહીં દારૂની મજા માણવા આવે છે, તેમ માનવામાં આવે છે. જોકે ચૂંટણીને કારણે અહીં 3 નવેમ્બરની સાંજથી છઠ્ઠી નવેમ્બરની સવારે નવ વાગ્યા સુધી ડ્રાય ડે રહેશે. છ અને સાત તારીખે દારૂ વેચી શકાશે અને ફરી 8મી નવેમ્બરે ગણતરીના દિવસે ડ્રાય જે એટલે કે દારૂના ખરીદ-વેચાણ પણ પ્રતિબંધ મૂકવામાં આવશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button