ગુજરાતના આ શહેરમાંથી પકડાયું 800 કરોડનું ડ્રગ્સ
ગાંધીધામ: ડ્ર્ગ્સની હેરફેર મામલે ગુજરાત પોલીસ દ્વારા આજે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે અન્વયે 800 કરોડથી પણ વધુ મૂલ્યનું ડ્રગ્સ પકડયું છે. ગાંધીધામમાં અંદાજિત 80 કિલોથી વધુ માત્રામાં ડ્રગ્સ છે. આ મુદ્દે સંબંધિત એજન્સી સાથે આગળની તપાસ માટે ગાંધીધામમાં સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી છે. પ્રાથમિક તપાસમાં કોકેઈનનો જથ્થો હોવાનું બહાર આવ્યું છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ગુજરાતમાં દરિયા કિનારાનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી માટે કરવામાં આવી રહ્યો હોવાનો દાવો કરવામાં આવે છે. આ અગાઉ અનેક વખત કચ્છમાંથી ડ્રગ્સ ઝડપાયું હોવાના બનાવો પણ બન્યા છે, તેથી એજન્સી સતર્ક રહે છે. આ મુદ્દે આજે કચ્છના ગાંધીધામમાંથી ગુજરાત પોલીસે 80 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે અને એનું મૂલ્ય અંદાજે 800 કરોડથી વધુ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
ગાંધીધામ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ કરોડોની કિંમતના ડ્રગ્સ કેસમાં રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીને બિરદાવી છે તેમ જ વધુમાં કહ્યું છે ડ્રગ્સ સામેની લડાઈમાં ગુજરાતની પોલીસ હંમેશા અગ્રેસર છે.