આપણું ગુજરાતસુરત

સુરતમાં ‘ડ્રગ્સ પાર્ટી’ પર CID ત્રાટકી: નવ વિદેશી સ્પા ગર્લ સહિત 14ની ધરપકડ

સુરતઃ ગુજરાતમાં દિવસેને દિવસે ડ્રગ્સનું ચલણ વધી રહ્યુ છે. અત્યાર સુધી દારૂની પાર્ટી સામાન્ય હતી પરંતુ હવે ડ્રગ્સ પાર્ટીઓ પણ સામાન્ય બનતી જાય છે. સુરતના મગદલ્લા વિસ્તારમાં ડ્રગ્સ પાર્ટીમાં સીઆઇડીએ રેડ પાડી સ્પા ગર્લ સહિત 14 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ બાદ તેમને મેડિકલ ટેસ્ટ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.

સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, સુરત સીઆઇડી ક્રાઇમને મળેલી બાતમીના આધારે મગદલ્લા વિસ્તારમાં આવેલા એક મકાનમાં બાતમીના આધારે રેડ પાડી હતી. પોલીસને બાતમી મળી હતી કે મકાનમાં દારૂ અને ડ્રગ્સ પાર્ટી ચાલી રહી છે. આ રેડમાં નવ વિદેશી યુવતીઓ અને પાંચ યુવાનોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ તેમને મેડિકલ ટેસ્ટ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Arvind Kejriwal ને આ  કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં હાજર થવું પડશે, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

સીઆઇડીના દરોડા દરમિયાન પાર્ટીમાં નવ ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ, 20 ગ્રામથી વધુ ગાંજો અને સાત જેટલી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે. સુરત સીઆઇડી ક્રાઇમે ડ્રગ્સનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મેડિકલ ટેસ્ટ બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કોના દ્વારા આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું. વિદેશી યુવતિઓને કોણે બોલાવ્યા સહિતવી હકીકત જાણવા મેળવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરાશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button