આપણું ગુજરાત

અમદાવાદ એરપોર્ટ પર DRIની ટીમનો સપાટો,10.32 કિલો સોનું જપ્ત, 10 દાણચોરોની ધરપકડ

અમદાવાદ: દેશ અને દુનિયામાં સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે, તેની સાથે-સાથે આ પીળી ચમકતી ઘાતુની તસ્કરી પણ વધી છે. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીકની એક હોટલમાંથી સોનાની દાણચોરી કરતી સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે સોનાની દાણચોરી કરતી સિન્ડિકેટ વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરતા કુલ 10.32 કિલો સોનું જપ્ત કર્યું હતું, હાલમાં આ સોનાની અંદાજીત બજાર રૂ. 7.75 કરોડ આંકવામાં આવી રહી છે.

DRIની ટીમે બાતમીના આધારે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં બે મુસાફરોની વ્યક્તિગત તપાસ કરતા તેમના આંતરવસ્ત્રોમાં છુપાવેલ સોનુ મળી આવ્યું હતું અને ઘણાં મહત્વના ખુલાસા થયા હતા. આ સોનું પ્રાથમિક તબક્કે 3596.36 ગ્રામ સોનાની પેસ્ટ હતી. DRI અધિકારીઓની ટીમે હોટેલમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા અન્ય સિન્ડિકેટના સભ્યો રોકાયા હોવાનુ જાણવા મળ્યું.

તેમની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે,સિન્ડિકેટના અન્ય સભ્ય દ્વારા દાણચોરી કરાયેલ સોનાની પેસ્ટ લાવેલા તે પૈકીનો એક વ્યક્તિ વહેલી સવારની ફ્લાઈટમાં આવી અમદાવાદ છોડવા વંદે ભારત એક્સપ્રેસ દ્વારા મુંબઈ જવા રવાના થયો. જેને પકડવા ડીઆરઆઈના અધિકારીઓએ બોરીવલી સ્ટેશન પર વોચ ગોઠવીને વધુ એક દાણચોરને અટકાવ્યો હતો જેની તપાસ કરતા આ વ્યક્તિ પાસેથી સોનાની પેસ્ટ સ્વરૂપે 2,551.000 ગ્રામ સોનું રિકવરી કરવામાં આવ્યું હતું.

હોટેલમાં રહેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન મળેલી લીડના આધારે ડીઆરઆઈ અધિકારીઓએ અન્ય એક આરોપીની પણ અટકાયત કરી હતી. જે પોતે પણ આ જ સિન્ડિકેટનો હતો. જે દુબઈથી અમદાવાદ SVPI એરપોર્ટ ખાતે પહોંચ્યો ત્યારે તેની પાસેથી પણ 5.5 કિલો સોનાની પેસ્ટની વધુ રિકવરી કરી કુલ 10.32 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું, હાલમાં આ સોનાની અંદાજીત બજાર કિંમત રૂ. 7.75 કરોડ માનવામાં રહી છે.

છેલ્લા ચાર મહિનાથી સોનાની દાણચોરીમાં કાર્યરત આ સિન્ડિકેટની આ મોડસ ઓપરેન્ડી પણ જાણવા જેવી છે. જેમ કે ચેન્નાઈ સ્થિત ગોલ્ડ કેરિયર ગેંગ અમદાવાદ એરપોર્ટ પરથી ઓપરેટ કરતી હતી. જે સિન્ડિકેટના સભ્યોને ‘કેરિયર’ તરીકે કામ કરાવતા. જેમાં તમિલનાડુના વિવિધ વ્યક્તિઓ દ્વારા વિદેશી મૂળના સોનાની પેસ્ટની દાણચોરી કરતા અને એરપોર્ટ હોટેલમાં હેન્ડલર દાણચોરીનો માલ મેળવી સિન્ડિકેટના અન્ય વ્યક્તિને મુંબઈ, ચેન્નાઈ અને અન્ય સ્ટેશનો પર સોનું પહોંચાડવા માટે તમામ વ્યવસ્થા ગોઠવી આપતો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ