આપણું ગુજરાત

હાલમાં જ કોર્ટ મેરેજ કરેલ એક યુગલના સ્વપ્ન પણ રાજકોટ આગકાંડમાં બળીને ખાક….

રાજકોટ : રાજકોટમાં TRP ગેમઝોનમાં સર્જાયેલ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. છેલ્લા 36 કલાકમાં 28 મૃતદેહો મળ્યા છે. જ્યારે હજુ પણ ઘણા ગુમ છે. મૃતદેહોના DNAની તપાસ ગાંધીનગર FSLખાતે થવાના છે. આ દુર્ઘટનામાં 10 દિવસ પહેલા કેનેડાથી રાજકોટ આવેલ અક્ષય ઢોલરીયા (Akshay Dholariya) તેમના ભાભી હરિતા અને પત્ની ખ્યાતિ સાવલિયાનું (Khyati Savliya) મોત થયું છે.

મૂળ રાજકોટનો અને હાલ કેનેડા રહેતો અક્ષય ઢોલરીયા 10 દિવસ પહેલા જ કેનેડાથી પરત ફર્યો હતો. તેને હાલમાં અમદાવાદના મેઘાણીનગરમાં રહેતી ખ્યાતિ સાવલિયા નામની યુવતી સાથે કોર્ટ મેરેજ થયા હતા. તે બંને આગામી ડિસેમ્બરમાં સમાજના રીત રિવાજો મુજબ લગ્ન કરવાના હતા.

અક્ષય ઢોલરીયા 10 દિવસ પહેલા જ કેનેડાથી પરત ફર્યો હતો. શનિવારે TRP ગેમઝોનમાં અક્ષય, ખ્યાતિ અને અક્ષયના ભાભી હરિતા ગયા હતા. ત્યાં લાગેલી આગકાંડમાં ત્રણેય લોકોનું મોત થયું છે. અક્ષયના માતાપિતા બંને અમેરિકામાં રહે છે. પુત્રના મોતના સમાચાર સાંભળ્યા બાદ તેઓ ભારત આવવા રવાના થાય છે. અહી આવીને તેઓ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં DNA સેમ્પલ જમા કરાવશે.

શનિવારે સર્જાયેલ દુર્ઘટનાને લઈને ગુજરાત હાઇકોર્ટે સૂઓમોટો દાખલ કરી છે. હાલ 6 અધિકારીઓને સસ્પેન્ડ કરવાં આવ્યા છે. તો આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. હાલ તો DNA તપાસ બાદ મૃતદેહોની ઓળખ થશે. આજે રાજકોટમાં આ ગોઝારી ઘટનાના શોકમાં અડધા દિવસનો બંધ પાળવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button