આપણું ગુજરાત

ગુજરાતમાં બેવડી ઋતુઃ શરદી, ખાંસી અને તાવના દર્દીઓની સંખ્યામાં વધારો

Gujarat Weather Update: ગુજરાતમાં શિયાળો હવે વિદાય તરફ આગળ વધી રહ્યો છે. હવામાન વિભાગે પણ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા દર્શાવી છે. વેસ્ટ રાજસ્થાનમાં લો પ્રેશર સક્રિય થતાં માર્ચના બીજા સપ્તાહ તીવ્ર ગરમીની શરૂઆત થશે. બીજીતરફ ગરમીનો પારો વધતા અમદાવાદ શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હવામાન બદલાઈ રહ્યું છે. બપોરે સૂર્યને કારણે તાપમાન વધી રહ્યું છે, જ્યારે સવારે અને સાંજે ઠંડી અનુભવાઈ રહી છે. હવામાનમાં આટલા ઝડપી પરિવર્તનને કારણે રોગો પણ વધવા લાગ્યા છે. શરદી, ખાંસી અને તાવથી પીડાતા વધુ દર્દીઓ દરરોજ હોસ્પિટલોમાં પહોંચી રહ્યા છે.

ગરમીનો પારો વધતા અમદાવાદ શહેરમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે. એક અઠવાડિયામાં 13,130 ઓપીડી કેસ નોંધાયા છે. 246 દર્દીઓમાંથી 3 મેલેરિયા, 27 ઝાડા-ઊલટી, 1 ડેન્ગયૂનો કેસ નોંધાયો છે. ગરમીના કારણે પાણીજન્ય રોગ વધવાની શક્યતાઓ વધતી દેખાઈ રહી છે.

આ પણ વાંચો…એશિયાટિક સિંહોના સંવર્ધનની વાતો વચ્ચે આટલા સિંહના મોતઃ કૉંગ્રેસે સરકાર પર કર્યા આક્ષેપો

શું કાળજી રાખશો
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સવારે અને સાંજે ઠંડી અનુભવાઈ રહી છે. આવા હવામાનના કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે, જેના કારણે ડિહાઇડ્રેશન, માથાનો દુખાવો અને થાક જેવી સમસ્યાઓ થઈ શકે છે. તબીબો વધુ પાણી પીવાની તેમજ સુતરાઉ કપડાં પહેરવાનું સૂચન કરી રહ્યાં છે. આવા હવામાનમાં તળેલા ખોરાક ટાળવા જોઈએ. શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે, વ્યક્તિએ પુષ્કળ પાણી પીવું જોઈએ અને જો લક્ષણો દેખાય તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button