Dolly Chaiwala સુરતનો મહેમાન બન્યો, કરી આ અપીલ
સુરત : નાગપુરના સ્ટાઇલિશ ડોલી ચાવાળાએ(Dolly Chaiwala)સુરતની મુલાકાત લીધી હતી. જેને જોવા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જો કે આ દરમ્યાન સુરત પોલીસે તેની સોશિયલ મીડિયા પ્રેસન્સને ધ્યાનના રાખીને તેનો ફાયદો ઉઠાવ્યો હતો. જેમાં સુરત પોલિસે ટ્વિવટર હેન્ડલ પરથી ડોલી ચાવાળાનો એક વિડીયો શેર કર્યો છે. જેમાં તેમણે સુરતવાસીઓને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા માટે અપીલ કરી છે.
વીડિયોમાં શું કહ્યું ડોલી ચાવાળાએ
નાગપુરનો સ્ટાઇલિશ અને ફેમસ ડોલી ચાવાળો સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર સતત ચર્ચામાં રહે છે.
સુરત પોલીસ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં ડોલી ચા વાળાએ જણાવ્યું છે કે, ” નમસ્કાર સુરત, હું નાગપુરનો ડોલી ચા વાળો છું. હું સુરતમાં પહેલીવાર આવ્યો છું. સુરત પોલીસ ડ્રગ્સ સામે ખુબજ સરસ કામ કરી રહી છે. તમામ સુરતવાસીઓને મારી અપીલ છેકે ડ્રગ્સ જેવા નશાકારક પદાર્થોનું સેવન ન કરો અને પોલીસને સહયોગ કરો. ડ્રગ્સ તમે અને તમારા પરિવાર માટે હાનિકારક છે. સે નો ડ્રગ્સ …જય હિંદ. “
ડોલી ચાવાળો મૂળ નાગપુરનો
નાગપુરના સિવિલ લાઇન વિસ્તારમાં વીસીએ ગ્રાઉન્ડ પાસે ડોલી કી ટપરી છે. ડોલી પોતાની ચા બનાવવાની અને વેચવાની અનોખી સ્ટાઇલ તથા તેના સ્ટાઇલિશ કપડાંના કારણે સોશિયલ મીડિયામાં ખાસો લોકપ્રિય છે. માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બીલ ગેટ્સે ચાની ચુસ્કી માણી હતી અને ડોલી સાથેની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી.