સાવજ સે નહીં સાહબ, શ્વાન સે ડર લગતા હૈઃ Amreliમાં 24 કલાકમાં 24ને કરડી ખાધા
અમરેલીઃ સાસણ ગીર Sasan Gir આસપાસના તમામ વિસ્તારોમાં સાવજ સહિતના જંગલી પ્રાણીઓનો ડર રહે છે. હવે ગ્રામ્ય નહીં ઘણીવાર શહેરી વિસ્તારોમાં પણ જંગલી પ્રાણી ઘુસી આવે છે. સિંહ Gir Lionકરતા પણ દીપડા leopard નો આંતક લોકોને ડરાવે છે. બાળકોને ઉઠાવી ફાડી ખાવાના બનાવો પણ બને છે. પણ આનું કારણ છે જંગલ આસપાસ કે જંગલ ચીરીને રહેતી માનવ વસ્તી. જંગલો અને માનવ વસાહતો વચ્ચે અંતર ન રહ્યું હોવાથી વન્ય પ્રાણીઓ વસાહતોમાં આવી ચડે છે અને શિકાર કરે છે, પરંતુ અમરેલી Amreli ના લોકો હાલમાં તો સિંહ કે દીપડા કરતા ગલીમાં રખડતા અને વફાદાર કહેવાતા પ્રાણી શ્વાનના આતંકથી પરેશાન થઈ ગયા છે. અહીં રવિવારના દિવસ અને શનિવારની રાત એમ 24 કલાકમાં 24 જણને શ્વાને કરડી ખાધાની ઘટના બની છે.
ગઈ કાલે એકજ દિવસમાં એક સાથે 24 લોકો ઉપર શ્વાને રીતસરનો હુમલો કર્યાના dog bites બનાવો બનતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે અમરેલી જિલ્લાના લાઠી, અમરેલી, ચલાલા, બાબરા, વડીયા, રાજુલા સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શ્વાન હડકવા થવાની ઘટનાઓ વધુ બની રહી છે અને અન્ય શ્વાન પણ નિર્દોષ લોકોને બચકા ભરી કરડવાની ઘટનાઓ પણ વધી રહી છે જેના કારણે લોકોમાં સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વડીયા નજીક આવેલ બરવાળા બાવીશી ગામમાં એક સાથે 6 કરતા વધુ લોકોને શ્વાન કરડવાની ઘટનાઓ બની છે. અહીં રાંઢીયા 3, જંગરના 5, કોલડા 1, થાણસા 1, લુણીધાર1, અંટાલીયા1, ચલાલા 2, ખાંભલા 1,અમરેલી 1,સોસલા 1, સણોસરા 1 સહિત ગામોમાં ગઈ કાલે એકજ દિવસ દરમ્યાન એક સાથે 24 જેટલા લોકો ઉપર શ્વાનએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે જેના કારણે લોકોમાં ગભરાટ ઊભો થયો છે.