BZ ગ્રુપની ઝપેટમાં ડૉક્ટરો પણ આવ્યા, 200 કરોડનું રોકાણ કર્યાની શંકા!

અમદાવાદઃ રૂપિયા 6000 કરોડના બીઝેડ ગ્રુપના કૌભાંડમાં ડૉક્ટરો પણ આવ્યા હોવાની ચર્ચા છે. લેબોરેટરી ધરાવતાં સંચલાકો એજન્ટ બન્યા હતા અને હિંમનગર, ઈડર સહિત અનેક જગ્યાએ ડૉક્ટરોનો સંપર્ક કરી આ સ્કીમમાં 200 કરોડનું રોકાણ કરાવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
શનિવારે બીઝેડ ગ્રુપની છેતરપિંડીમાં શિક્ષકો પણ સામેલ હોવાના અહેવાલ આવ્યા હતા. જે બાદ જ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, બી.ઝેડ. ગ્રુપના નાણાકીય કૌભાંડમાં શિક્ષકોની સંડોવણીની પ્રાથમિક માહિતી મળી છે. જો કોઈ શિક્ષકો લોભામણી સ્કીમમાં સંડોવાયેલા હશે તો તેમની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વધુમાં કહ્યું કે, શિક્ષકનું સમાજમાં આદરભર્યું, પ્રતિષ્ઠિત સ્થાન હોય છે. બાળકો શિક્ષકોને અનુસરતા હોય છે. ત્યારે શિક્ષણકાર્ય કરવાના બદલે શિક્ષક જ આ પ્રકારની લોભામણી સ્કીમમાં એજન્ટ બનીને કામ કરે તે ખૂબ ચિંતાજનક બાબત છે. આવા સ્વાર્થી શિક્ષકો પાસેથી બાળકોને સંસ્કારયુક્ત શિક્ષણ મળશે એવી અપેક્ષા રાખવી વ્યર્થ છે.
Also Read….મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGનો ભાવ વધાર્યો
બીઝેડ કૌભાંડના અનેક એજન્ટના નામ બહાર આવી રહ્યા છે. પોલીસ એકશનમાં આવતાં ધવલ નામનો એજન્ટ વિદેશ ભાગી ગયો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં તે એક સ્ટોરમાં ખરીદી કરતા જોવા મળ્યો હતો.