આપણું ગુજરાત

સુરતની સ્મીમેર હોસ્પિટલની હોસ્ટેલમાં અડધી રાતે રેસિડેન્ટ ડોક્ટર થાઈ ગર્લ લાવ્યો અને…

અમદાવાદઃ સુરત મનપા સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં આવેલી મેડિકલ કોલેજમાં શર્મસાર કરતી ઘટના બની છે. એક રેસિડન્ટ ડોક્ટરે કોલેજ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં થાઇ ગર્લ બોલાવી હતી. હોસ્ટેલના રૂમમાં આ છોકરીને લઈ ગયા બાદ કોઇક બાબતે ઝઘડો થતાં ભાન ભૂલેલા ડોક્ટરે થાઈ ગર્લને લાફો મારી દીધો હતો. જેને પગલે સમસમી ઉઠેલી છોકરી અસ્તવ્યસ્ત કપડામાં જ કેમ્પસમાંથી ભાગી ગઇ હતી. જેને લઈને ત્યાં હોબાળો મચ્યો હતો. બીજી તરફ આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. બનાવને પગલે માત્ર તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમા આવેલી મેડિકલ કોલેજના એક રેસિડન્ટ ડોક્ટરે વેસુથી થાઇ ગર્લને બોલાવી હતી. હોસ્પિટલ-કોલેજ કેમ્પસમાં મોડીરાત્રે સન્નાટા વચ્ચે રેસિડન્ટ યુવતીને લઇ હોસ્ટેલમાં પહોંચી ગયો હતો. રૂમમાં પ્રવેશતા જ બંને વચ્ચે કોઇક કારણોસર ઝઘડો થયો હતો. શાબ્દિક ટપાટપી બાદ રેસિડન્ટ ડોક્ટરે આવેશમાં આવી યુવતીને લાફો મારી દીધો હતો. જેને પગલે સમસમી ઉઠેલી યુવતી પોતાના અસ્તવ્યસ્ત કપડાં હોવા છતાં રૂમમાંથી બહાર કેમ્પસમાં ભાગી ગઇ હતી. મધ્યરાતે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. બનાવની જાણ થતાં મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસરે તપાસના આદેશ આપ્યા છે.

સ્મીમેર મેડિકલ કોલેજ, આસિસ્ટન્ટ પ્રોફેસરએ જણાવ્યું હતું કે આ મામલે કમીટી બનશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે. આવી ઘટના પહેલી વાર બની છે એટલે આ મામલે એવી કાર્યવાહી કરવામાં આવશે કે પછી આવું કઈ કરવા પહેલા કોઈ દસ વાર વિચાર કરશે. બીજી તરફ સ્મીમેર મેડિકલ કોલેજની હોસ્ટલમાં સીસીટીવી કેમેરાઓ છે. હોસ્ટેલમાં લાવાનો સમગ્ર કાંડ કદાચ સીસીટીવી કેમેરા કેદ પણ થઈ ગયો હશે. પરંતુ ઘટનાને બે દિવસ થયા છતા પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. માત્ર કમિટી બનાવીને તપાસ કર્યા બાદ પગલાં લેવામાં આવશે તેવા નિવેદન આપવામાં આવી રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button