આપણું ગુજરાતઇન્ટરનેશનલ

ગુજરાતની બે દીકરીઓ અને ઈઝરાયલ-હમાસના યુદ્ધનો સંબંધ જાણો છો

આજેપણ મોટા શહેરોમાં રહેતા લોકો નાના ગામડાના લોકો અને ખાસ કરીને છોકરીઓને ઉતરતી માને છે. વ્યક્તિનો જન્મ ગમે ત્યાં થયો હોય, તે પોતાની પ્રતીભા અને મહેનતથી આગળ આવે છે. તો વાત કરવાની છે આવી બે છોકરીઓની જે જન્મી છે જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં. હવે તેમનો ઈઝરાયેલ-હમાસના યુદ્ધ સાથે શું સંબંધ તેવો સવાલ થાય તો તેનો જવાબ છે કે આ બન્ને છોકરીઓ ઈઝરાયેલના સૈન્યમાં છે અને હાલમાં તો હમાસના આંતકીઓને હંફાવી રહી છે.

એક અહેવાલ દ્વારા મળતી માહિતી અનુસાર આ બંને બહેનો ઈઝરાયેલની આર્મીમાં જુન 2021માં જોડાઈ છે. જૂનાગઢના માણાવદર તાલુકાના 1200 ની વસ્તી ધરાવતા કોઠડી ગામમાં રહેતા ભરતભાઈ મુળિયાસીયાએ કહ્યું કે, તેમના બે કાકા જીવાભાઈ મુળિયાસીયા વર્ષ 1989 માં અને તેના નાના કાકા સવદાસભાઈ મુળિયાસીયા 1996 માં ઇઝરાયલ જતા રહ્યા છે, ત્યાં તેઓને સરકારે ઇઝરાયલનું નાગરિત્વ મળ્યું છે, તે બંને ભાઈઓની એક-એક દીકરી હાલ ઇઝરાયલ આર્મીમાં ઓફીસર તરીકે ફરજ બજાવે છે. હાલની યુધ્ધની સ્થિતિએ પણ બંને બહેનો ફરજ બજાવી રહી છે. ત્યાનો નિયમ છે, કે એક ઘરમાંથી એક વ્યક્તિ આર્મીમાં જોડાવાનું હોય છે, ત્યારે જીવાભાઈ અને સવદાસભાઈની દીકરીઓ આર્મીમાં છે, તેઓ સુરક્ષિત છે.
નિશા મૂળિયાસિયા ઈઝરાયેલની સેનામાં જોડાનારા પ્રથમ ગુજરાતી યુવતી છે. માણાવદરની વતની આ બંને દીકરીઓમાં નિશા ઈઝરાયલની આર્મીમાં યુનિટ હેડ છે અને રિયા સાયબર સિક્યોરિટી વિભાગમાં કાર્યરત છે. જે બાદ તેમનો પરિવાર ઈઝરાયલના તેલ અવીવમાં રહેતો હતો. આ વિસ્તારમાં અનેક ગુજરાતી પરિવારો પણ વસવાટ કરે છે.

આ દરમિયાન તેમના પરિવાર સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે, જયારે મિસાઈલ મારો કરવામાં આવે તે પહેલા સાયરન વાગે અને ત્યાં દરેક ઘરમાં બંકર હોય છે, તેમાં નાગરિકો જતા રહે છે. હાલની સ્થિતિ એવી છે, કે ત્યાં ઇઝરાયલ બોર્ડર ઉપર ગંભીર સ્થિતિ છે, પરંતુ સેન્ટ્રલ વિસ્તારમાં કોઈ તકલીફ્ નથી. ઇઝરાયલમાં ગુજરાતી લોકો ઘણા છે. કોઠડી ગામમાંથી અનેક યુવાનો 30-35 વર્ષથી કામધંધા માટે ગયેલા છે અને તેમની સાથે વાતચીત કરતા તેઓ સલામત અને સુરક્ષિત છે. જોકે આ અંગે અમારી આ પરિવારના સભ્યો સાથે વાતચીત થઈ શકી નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button