આપણું ગુજરાત

Gujarat ના મંદિરોમાં કરાઇ દેવ-દિવાળીની ઉજવણી, ભાવિકોનો ભારે ધસારો

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)આજે કાર્તિક પૂર્ણિમા અને દેવ દિવાળીના પવિત્ર-મંગલકારી દિવસની અનેકવિધ
ઉજવણી કરવામાં આવી રહી છે. આજે  દેવ દિવાળી નિમિત્તે અંબાજી, ચોટીલા, સોમનાથ સહિતના મંદિરમાં વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી. આજથી તુલસી વિવાહ જે એકાદશીથી ઉજવાય છે તેનુ સમાપન થશે. તે ઉપરાંત સાધુ સંતોના ચાતુર્માસ પણ પૂર્ણ થશે. દેવદિવાળીની ઉજવણી ત્રિપુરાસુર નામના અસુરનો ભગવાન શિવજીએ વધ કર્યો તે અન્વયે કરવામાં આવે છે.

સવારથી ભાવિકોના ભારે ધસારો રહ્યો છે

આજે પુનમ હોવાથી ચોટીલા ડુંગર પર બીરાજતા અને અનેક જ્ઞાાતિના કુળદેવી ચામુંડા માતાજીના દર્શન માટે વહેલી સવારથી ભાવિકોનો ભારે ધસારો  રહ્યો છે. જેના પગલે મંદિર ટ્રસ્ટ દ્વારા મધ્યરાત્રિના અઢી વાગ્યે જ ડુંગર પર જવાના પગથિયાના દ્વાર ખુલી દેવામાં આવ્યા છે અને આજે સવારની આરતી ત્રણેક કલાક વહેલી પરોઢના ત્રણ વાગ્યે કરવામાં આવી હતી.

Also Read – Dev Deepawali 2024 : 84 ઘાટ પર  21 લાખ દીવાથી ઝગમગાશે કાશી, નમો ઘાટનું પણ ઉદ્ઘાટન કરાશે

અંબાજી મંદિરને રંગબેરંગી ફુલોથી શણગારવામાં આવ્યુ
 
આ ઉપરાંત શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ ધરાવતુ 51 શક્તિપીઠમાંથી એક આદ્ય શક્તિપીઠ જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો માના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આજે દેવ દિવાળી નિમિત્તે અંબાજી મંદિરમાં વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી. અંબાજી મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા હતા. અંબાજી મંદિરમાં ભક્તો ધજા લઈને ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. અંબાજી મંદિરને રંગબેરંગી ફુલોથી શણગારવામાં આવ્યુ હતુ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker