દિવાળીની ઉજવણીમાં બેદરકારી: ટ્રોમાના કેસમાં 84 ટકા વધારાની શક્યતા

અમદાવાદઃ દિવાળીના તહેવાર દરમિયાન રાજ્યમાં ટ્રોમાના કેસમાં વધારો થયો હતો. એક રિપોર્ટ પ્રમાણે, માર્ગ અકસ્માતના કુલ કિસ્સામાં 70 ટકા કિસ્સામાં માથાની ઈજા હોય છે. તેનાથી વધુ ચિંતાજનક બાબત ગંભીર ઈજાવાળા 30 ટકા દર્દીના મોત થયા હતા. તહેવારોના સમયગાળા દરમિયાન ટ્રોમાની ઘટનાઓમાં વધારો ચિંતાજનક છે. નિષ્ણાતો હવે આગામી દિવાળી અને નવા વર્ષની ઉજવણી માટે વધુ સાવચેતી રાખવા વિનંતી કરી રહ્યા છે.
ઈએમઆરઆઈ-108ના મુજબ, 2024માં, દિવાળી દરમિયાન ટ્રોમાની ઘટનાઓ 84 ટકા વધી હતી. સામાન્ય દિવસોના 883 કેસોની સરખામણીએ 1627 કેસ નોંધાયા હતા. વાહનો સંબંધિત ટ્રોમામાં 96 ટકાનો વધારો થયો હતો, જ્યારે બિન-વાહનો સંબંધિત ઘટનાઓમાં 70 ટકાનો વધારો જોવા મળ્યો હતો. અગાઉના વર્ષોમાં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો, જેમાં દિવાળી દરમિયાન ટ્રોમાના કેસોમાં 52 ટકાનો વધારો થયો હતો, જેમાં વાહનો સંબંધિત ઘટનાઓમાં 56 ટકાનો વધારો થયો હતો.
ચાલુ વર્ષે દિવાળીના દિવસે ટ્રોમાની ઘટનામાં 83.74 ટકા, નવા વર્ષના દિવસે 131.19 ટકાનો અને ભાઈ બીજના દિવસે 62.76 ટકા વધારો થવાની શક્યતા છે. જ્યારે અકસ્માતની સંખ્યામાં દિવાળીના દિવસે 65.31 ટકા, નવા વર્ષે 39.18 ટકા અને ભાઈ બીજ પર 14.49 ટકા વધારો થવાની શક્યતા છે.
સૂત્રોના મતે, આ અકસ્માતો મોટે ભાગે બેદરકારીને કારણે થતા અટકાવી શકાય તેવા કેસો છે. મૃત્યુના કિસ્સાઓમાં 16 થી 40 વર્ષની વયજૂથના લોકોનું સૌથી વધુ પ્રમાણ હતું. તેમના મૃત્યુના બે મુખ્ય કારણો ઓવર સ્પીડ અને હેલ્મેટ ન પહેરવું હતા. વડીલોની સરખામણીએ યુવાનોમાંગંભીર ઈજાનું પ્રમાણ વધુ હતું.