આનંદો, ગુજરાત સરકારે 1 નવેમ્બરે જાહેર કરી રજા, જાણો કેમ લીધો નિર્ણય…
ગાંધીનગરઃ ગુજરાત સરકારે શુક્રવાર, 1 લી નવેમ્બરના રોજ પંચાયત અને બોર્ડ/નિગમ સહિતની સરકારી કચેરીઓમાં રજા જાહેર કરી છે. આ તારીખના સ્થાને, શનિવાર, 9 નવેમ્બરના રોજ સરકારી કચેરીઓ ખુલ્લી અને કાર્યરત રહેશે.
કેમ લેવામાં આવ્યો નિર્ણય
આ પણ વાંચો : રાજયના વર્ગ-4 ના કર્મચારીઓની દિવાળી સુધરી: સરકારે કરી બોનસની જાહેરાત
આ નિર્ણય રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા દિવાળીની સિઝનમાં ગુરુવાર 31 ઓક્ટોબર (દિવાળી) થી શનિવાર 2જી નવેમ્બર (ગુજરાતી નવા વર્ષનો દિવસ) અને આગળ 3જી નવેમ્બર (ભાઈબીજ) સુધી સતત રજાઓનો માર્ગ બનાવવા માટે કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : દિવાળી ટાણે ગુજરાતમાં શાકભાજીના ભાવ આસમાને!
આ અંગે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, કેલેન્ડર વર્ષ 2024 માટે જાહેર રજાઓ જાહેર કરવામાં આવી છે, તે મુજબ 31-10-2024 ગુરુવારના રોજ દિવાળીની જાહેર રજા, તા. 2-11-2024 શનિવારના રોજ નૂતન વર્ષ દિને જાહેર રજા તથા 3-11-2024ના જ રવિવાર ભાઈબીજ નિમિત્તે જાહેર રજા આવે છે. જ્યારે આ રજાઓ વચ્ચે 01-11-2024 શુક્રવારના રોજ સરકારી કચેરીઓ ચાલુ છે. દિવાળી પર્વમાં સરકારી અધિકારીઓ-કર્મચારીઓ તહેવારો માણી શકે તે હેતુસર 1-11-2024, શુક્રવારના રોજ તમામ સરકારી કચેરીઓ (પંચાયત અને રાજ્ય સરકારના બોર્ડ/કોર્પોરેશન સહિત) બંધ રહેશે અને તેના બદલામાં 9-11-2024ના બીજા શનિવારના રોજ આ તમામ કચેરીઓ ચાલુ રહેશે,