આપણું ગુજરાત

આતુરતાનો અંત ! હવે  Rajkot થી દિલ્હી- વડોદરાની સીધી ફ્લાઇટ મળશે

રાજકોટઃ  રાજકોટના(Rajkot)હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 27મી ઓક્ટોબરના રવિવારથી વિન્ટર શેડયુલનો પ્રારંભ થઇ રહ્યો છે. આ વિન્ટર શેડયુલમાં હવાઇ સેવાનો વધારો થયો છે. આ સેવાનો પ્રાંરભ થતા આસપાસના વેપારીઓ તેમજ નિયમિત અવરજવર કરનારાઓને મોટી મદદ મળશે.

| Also Read: Gujarat સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટીની કિંમતોમાં થઇ શકે છે ઘટાડો, જાણો વિગતે

દિલ્હી અને વડોદરાની સીધી ફલાઇટ

જેમાં 27મી ઓક્ટોબરના રોજથી રાજકોટથી દિલ્હી અને વડોદરાની સીધી ફલાઇટનું ઉડ્ડયન શરૂ થશે. રાજકોટથી આંતર જિલ્લા હવાઇ સેવામાં ઇન્ડિગોને અમદાવાદ સેવા બંધ થઇ છે. ત્યારે સ્ટાર એરલાઇન્સ કંપનીએ અમદાવાદ અને વડોદરાની સેવા પૂરી પાડવા આગળ આવી છે. ઇન્ટરનેશનલ એરપોર્ટના વિન્ટર શેડયુલના ડેઇલી મુંબઇની પાંચ, દિલ્હીની બે, ગોવા એક, બેંગ્લોર એક, વડોદરા-અમદાવાદ એક-એક, એર ઇન્ડિયાની દિલ્હીની સીધી ફ્લાઇટ સેવા ઉપલબ્ધ થશે.

| Also Read: Surat માં સામાન્ય પાર્કિગ વિવાદ જીવલેણ નિવડ્યો, હુમલામાં એકનું મોત…

27મી જુલાઈ 2023ના રોજ એરપોર્ટનું ઉદઘાટન થયું હતું

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ 27મી જુલાઈ 2023ના રોજ પોતાના ડ્રિમ પ્રોજેક્ટ એવા હીરાસર ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. રાજકોટથી 30 કિમી અંતરે આવેલા હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને 1032 હેક્ટરમાં ઊભું કરવામાં આવ્યું છે. જેમાં 14 પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યાં છે અને પેસેન્જર ટર્મિનલ વિસ્તાર 23 હજાર ચોરસ મીટરનો છે. એરપોર્ટના રનવેની કુલ લંબાઈ 3.4 કિમી છે.

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker