ગાતા ગાતા સ્ટેજ પર લપસી પડ્યો દિલજીત દોસાંઝ; અને પછી આયોજકોને કહ્યું કે…
અમદાવાદ: દિલજીત દોસાંઝ તેની દિલ-લુમિનેટી ઈન્ડિયા ટૂર માટે ભારત પ્રવાસ કરી રહ્યા છે. દિલ્હી, જયપુર, લખનૌ અને હૈદરાબાદમાં પરફોર્મ કર્યા બાદ, સિંગર દિલજીત દોસાંઝ તાજેતરમાં અમદાવાદ પહોંચ્યો હતો જ્યાં તેણે પોતાના પરફોર્મન્સથી મંત્રમુગ્ધ કરી દીધા હતા. જો કે આ કોન્સર્ટના તે થોડો લથળી ગયો અને નીચે પડી ગયો હોય તેમ જોવા મળી રહ્યું છે. જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : અમદવાદના કોન્સર્ટ દરમિયાન દિલજીતે રાજ્ય સરકારોને પડકાર ફેંક્યો, કહ્યું ‘માત્ર એક દિવસ માટે…’
સ્ટેજ પર પડ્યો દિલજીત
17 નવેમ્બરના રોજ અમદાવાદમાં યોજાયેલ દિલજીતના કોન્સર્ટમાં પટિયાલા પેગ પરફોર્મ કરતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર થઈ રહ્યો છે. આ વીડિયોમાં દિલજીત આમ તેમ ફરતો ફરતો સ્ટેજ પર ગીત ગાઈ રહ્યો છે અને અચાનક તેનો પગ લપસી ગયો અને તે પડી ગયો. જો કે, દિલજીત ફટાફટ પોતાને સંભાળી લે છે અને ગાવાનું ચાલુ રાખે છે.
સ્ટેજ પર તેલ ફેલાય છે
તેણે બેકઅપ સિંગર્સને એક સેકન્ડ માટે રાહ જોવાનું કહ્યું અને આયોજકોને કહ્યું, “તમે અહીં જે આગ લગાડો છો તે ન કરો. સ્ટેજ પર તેલ ફેલાય છે.” આ પછી તેણે ભીડને થમ્બનો સંકેત આપ્યો અને કહ્યું, “હું ઠીક છું” અને પછી ગાવાનું શરૂ કર્યું.
આ પણ વાંચો : પિતાએ તેમના કોન્સર્ટમાં પહેલીવાર હાજરી આપી તો દિલજીત દોસાંઝે કંઇક….
ફેન્સ માની રહ્યા છે શુભ સંકેત
જો કે, આ બાદ પણ દિલજીતના ફેન્સ તેનાં પડી સ્ટેજ પર પડી જવાને એક સારો સંકેત માની રહ્યા છે. ફેન્સે તેને 2013નો સમય યાદ કર્યો હતો જ્યારે યો યો હની સિંહ સાથે પરફોર્મ કરતી વખતે દિલજીત દોસાંઝ સ્ટેજ પર પડી ગયો હતો. તેના ફેંસનું કહેવું છે કે સિંગરને તે વર્ષે મેઇન સ્ટ્રીમમાં સક્સેસ મળી હતી અને લગભગ એક દાયકા પછી, દિલજિત માટે પડવું શુભ સાબિત થશે તેવું પણ ફેન્સ માની રહ્યા છે.