અમદાવાદમાં Diljit Dosanjh ની કોન્સર્ટના પાસની કાળાબજારી, આટલો ભાવ બોલાયો
અમદાવાદ : ગુજરાતમાં ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં યોજાનારા પંજાબી ગાયક દિલજીત દોંસાજના (Diljit Dosanjh)લાઈવ કોન્સર્ટના પાસની કાળાબજારી થઈ રહી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. જેમાં કોન્સર્ટના એક પાસની કિંમત 20 હજાર રૂપિયા સુધીની છે. જો કે આ સંદર્ભમાં ઇડીએ દરોડા પાડીને 10 લોકોની અટકાયત કરી છે. તેમજ આ કાળાબજારીનું રેકેટ કેવી રીતે અને કોણ ચલાવી રહ્યું છે તેની તપાસ કરી રહી છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં સિંગર દિલજીત દોંસાજનઅ વધતાં ક્રેઝના લીધે લોકો મોં માગ્યા રૂપિયા આપવા તૈયાર છે જેના લીધે લેભાગું તત્વો સોશિયલ મીડિયા પર ડુપ્લિકેટ પાસ પણ વેચી રહ્યા છે. બજારમાં હાલ તો નકલી ટિકિટો પણ ફરતી થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે .
સોશિયલ મીડિયા પર નકલી ટિકિટોનું વેચાણ
ગાંધીનગર ગિફિટ સિટીમાં યોજાનારા દિલજીત દોસાંજના શોમાં સિલ્વર અને ગોલ્ડ પાસ દ્વારા એન્ટ્રી અપાશે. આ બંને પ્ર પાસનું વેચાણ બુક માય શો વેબસાઇટ અને ઓનલાઈન ઝોમેટો મારફતે થઈ રહ્યું છે. આ પૈકી સિલ્વર પાસની કિંમત
3 હજાર અને ગોલ્ડ પાસની કિંમત 5 હજાર રૂપિયા છે. જો કે કાળાબજારમાં 3 હજારની ટિકિટના 15 હજાર અને 5 હજારના 20 હજાર ભાવ બોલાઈ રહ્યા છે. આ ટિકિટોનું વેચાણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સ ગ્રુપમાં વેચાઇ રહ્યું છે. જ્યારે ઇડીના સૂત્રો મુજબ કેટલીક ટિકિટો તો નકલી છે
આ પણ વાંચો : પિતાએ તેમના કોન્સર્ટમાં પહેલીવાર હાજરી આપી તો દિલજીત દોસાંઝે કંઇક….
મોબાઈલ લેપટોપ સીમ કાર્ડ જપ્ત કર્યા
દિલજીત દોસાંજના લાઈવ કોન્સર્ટમાં ટિકિટોના કાળા બજારના સંદર્ભમાં EDના અધિકારીઓએ દેશમાં કુલ 13 સ્થળોએ દરોડા પાડીને મોબાઈલ લેપટોપ સીમ કાર્ડ જપ્ત કર્યા હતા. આ અંગેની તપાસ દિલ્હી, મુંબઈ, જયપુર, બેંગ્લોર અને ચંદીગઢમાં ચાલી રહી છે.