Gujaratમાં ડિજીટલ ક્રોપ સરવેનો આજથી પ્રારંભ, 1 કરોડથી વધુ સર્વે નંબરોમાં પાક વાવેતરનો સરવે
ગાંધીનગર: ભારત સરકાર દ્વારા વર્ષ 2024-25થી દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વેની નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં ખરીફ 2024-25 સીઝનનો ડિજિટલ ક્રોપ સર્વે ગત 25 ઓક્ટોબરે પૂર્ણ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં રવિ સિઝનના ડિજિટલ ક્રોપ સર્વેનો (Gujarat Digital Crop Survey)આજ 15 ડિસેમ્બરથી પ્રારંભ કરવામાં આવ્યો છે.
18,464 ગામોને આવરી લેવાશે
હવે રવિ સીઝન શરૂ થતા રાજ્યના ૩૩ જિલ્લાના તમામ ખેતર માટે રવિ 2024-25 ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. જેનો આજ 15 ડિસેમ્બરથી રાજ્યભરમાં 45 દિવસ સુધી જે-તે ગ્રામ્ય લેવલે પસંદ કરેલ સર્વેયર દ્વારા ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે. જે અંતર્ગત રાજ્યના 33 જિલ્લાના 18,464 ગામોમાં તમામ ખેતીલાયક વિસ્તારના આશરે એક કરોડથી વધારે સર્વે પ્લોટને આવરી લેવાશે.
આ પણ વાંચો…Kutch: ગાંધીધામ નકલી ED કેસમાં હવે AAPના નેતા ઈટાલિયા-સોરઠિયાની થશે તપાસ
100% પાણીપત્રક નમૂનામાં નોંધણી થશે
આ ડિજિટલ ક્રોપ સર્વેના લીધે જે અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા પાણીપત્રક નમૂના નં. 12ની નોંધણી કરવામાં આવતી હતી, જે પૂરે પૂરી થતી નહોતી, જે ડિજિટલ ક્રોપ સર્વે થકી જે-તે સર્વે નંબર ડિજિટલાઈઝ ક્રોપ સર્વે થતાં 100% પાણીપત્રક નમૂના નં. 12માં નોંધણી થશે. જેથી નમૂના નં. 12માં પાકની નોંધણી બાબતે ખેડૂતોને વધુ સરળતા રહેશે.