આપણું ગુજરાત

ભાવનગરની ધરા ધ્રૂજી:અહીંયા હતું ભુકંપનું કેન્દ્રબિંદુ

સૌરાષ્ટ્રના ભાવનગરમાં આજે વહેલી સાવરે ભાવનગર જિલ્લામાં હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભૂકંપનો આંચકો વહેલી સવારે અનુભવાયો છે, જો કે આ આંચકાથી કોઈ જાનહાનિના કે નુકસાનના સમાચાર નથી.

સુત્રોમાંથી મળતા સમચાર મુજબ ભાવનગર સહિત ઘોઘા, તળાજા, પાલીતાણા તેમજ સિહોરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલીતાણાથી લગભગ 30 કિમી દૂર નોંધાયુ હતું. જો કે આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. આજે વહેલી સવારે ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી ઉઠતા લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતા.


દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button