ધોરાજીમાં ખેલાયો ખૂની ખેલઃ મામાના દીકરાએ ફઈની પુત્રીનું ગળું કાપી હત્યા કર્યા બાદ ખુદ કર્યો આપઘાત
ધોરાજી: ધોરાજી તાલુકાના તોરણીયા ગામે ખેત મજૂરી કરતી 21 વર્ષીય યુવતીને ગળા પર દાતરડું ગળું કાપી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. જેને લઈ લોકોને સુરતની ગ્રીષ્મા હત્યા કાંડની યાદ આવી ગઈ હતી. યુવતીની હત્યા બાદ થોડા સમયગાળા બાદ યુવકે ઝેરી દવા પી જીવનનો અંત આણ્યો હતો. આ બંને ઘટના થોડા કલાકોના અંતરે બનતા પોલીસ દોડતી થઈ હતી. મૃતક યુવતીની 10 દિવસ બાદ સગાઈ થવાની હતી. બંને મૃતક મામા-ફઈના બહેન હતા.
Also read: ગુજરાતમાં હિસ્ટ્રીશીટરોના ઘરે વહેલી સવારે પોલીસ ત્રાટકી, રાજ્યભરમાં 350 સ્થળોએ દરોડા
ધોરાજી તાલુકાના તોરણીયા ગામે રહી મજૂરી કામ કરતા પરિવારની 21 વર્ષની યુવતી હરમીત જીવનલાલ ડાભી જે ખેતરમાં મજૂરી કામે ગઈ હતી તે ખેતરમાં મામાના પુત્ર જીજ્ઞેશ ઉર્ફે બાલો ટીડાભાઇએ જૂના મનદુ:ખનો ખાર રાખીને દાતરડાનો એક જોરદાર ઘા હરમીતને ઝીંકી દીધો હતો.જેના પગલે હરમીત લોહીના ખાબોચિયામાં ફસડાઇ પડી હતી. જેથી તેને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ફરજ પરના ડૉક્ટરોએ પ્રાથમિક તપાસ કરતા યુવતી મૃત્યુ પામી હોવાની જાહેર કર્યું હતું.
મામાની દીકરીનું દાતરડાથી ગળું કાપીને જીજ્ઞેશ ત્યાંથી નાસી છૂટ્યો હતો. થોડીવાર પછી આરોપીએ આ ઘટના બની તેનાથી થોડે દુર ખેતરમાં જ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો. આથી પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો અને તેના મૃતદેહને સિવિલમાં ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. મૃતક યુવતતીના પિતાએ જણાવ્યું હતું કે મારી દીકરીના લગ્ન દેવરકી ગામમાં રહેતા યુવાન સાથે નક્કી કરવામાં આવ્યા હતા અને અમારા સમાજના રીતિ રિવાજો મુજબ 10મીએ તેની સગાઇ હતી. મામાની પુત્રએ જૂના મનદુખમાં જ ફઈની દીકરીનું ગળું કાપી નાંખ્યું કે અન્ય કોઈ વાત હતી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી.