આપણું ગુજરાત

સુરતમાં સ્માર્ટ મીટરનો વિરોધ કરતા લોકોને DGVCLનો જવાબ, ‘સ્માર્ટ વીજ મીટર જ વાપરવું પડશે’

સુરત: સુરત શહેરમાં DGVCLના સ્માર્ટ વીજ મીટરનો જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે. સ્થાનિકો છેલ્લા ઘણા દિવસોથી સ્માર્ટ વીજ મીટરના કારણે વીજળી બિલ વધારે આવતું હોવાથી તેને દુર કરવાની માગ સાથે ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે. જો કે આ મામલે લોકોની ફરિયાદ અને હોબાળા બાદ દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL)એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, કોઈપણ સંજોગોમાં લોકોને સ્માર્ટ વીજ મીટર જ વાપરવું પડશે. સ્માર્ટ મીટર જુના મીટર જેવું જ છે.

લોકોના વિરોધ ને પગલે હાલ DGVCL રહેણાક વિસ્તારોના બદલે સરકારી કચેરીઓમાં વીજ મીટર ફીટ કરશે. જોકે સ્માર્ટ મીટર આજે નહીં તો કાલે દરેક ઘરમાં ચોક્કસપણે ફીટ કરવામાં આવશે જ એ બાબતે ડીજીવીસીએલ મક્કમ છે. સુરત સહિત સમગ્ર રાજ્યમાં હાલ સરકારી વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યાં છે ત્યારે સ્માર્ટ મીટરની કામગીરીની સામે લોકોમાં હોબાળો મચી ગયો છે.

સ્માર્ટ મીટરની કામગીરીને લઈને સુરત DGVCL ના MD યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, એક મહિનાની અંદર સુરત શહેરમાં સ્માર્ટ મીટર રિપ્લેસમેન્ટનું કામ એપ્રિલથી શરૂ થયું હતું. લોકોને ખબર પણ હતી કે સ્માર્ટ મીટર અવવાના છે ત્યારે છેલ્લા 1 મહિનામાં 10,000 મીટર અમે ચેન્જ કર્યા છે. છેલ્લા 3થી 4 દિવસથી સોશિયલ મીડિયામાં સ્માર્ટ મીટર બાબતે કેટલીક ભ્રામક પ્રચાર થઈ રહ્યો છે. અનેક લોકોને લાગી રહ્યું છે કે સ્માર્ટ મીટરમાં રિચાર્જ ઝડપથી પૂરું થઈ જાય છે.

અમે લોકોને બતાવવા માંગીશું કે જુના મીટર જેવું જ સ્માર્ટ મીટર છે. સ્માર્ટ મીટરમાં અનેક ઓપ્શન લોકોને મળે છે, જેમાં વીજ વપરાશ અંગેની પણ માહિતી મળે છે. કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધીમાં દેશભરમાં 1.10 કરોડ સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે. હાલ પૂરતી કામગીરી રહેણાંક વિસ્તારમાં સ્થગિત કરીને સરકારી ઈમારતોમાં લગાવવાનું કહ્યું હતું.

સૌ પ્રથમ DGVCL કોલોનીમાં મીટર લગાવવામાં આવ્યા હતાં. ત્યારબાદ રિચાર્જ, વીજ વપરાશ આ તમામ બાબતોનું ટેસ્ટિંગ થયું હતું. ટેસ્ટિંગ સફળ થયા બાદ એપ્રિલથી અમે મીટર લગાવવાનું શરૂ કર્યું છે. સ્માર્ટ મીટર લગાવવાનું મુખ્ય કારણ એ છેકે મીટર રીડર મેન્યુઅલ રીતે કામ કરે તો કેટલીક વાર લોકોને 5 લાખ કે 9 લાખનું બિલ આવ્યું હોવાનું સામે આવ્યું છે.

સ્માર્ટ મીટરથી આ હ્યુમન એરર નીકળી જાય છે. ઘણી વાર મીટર રિડરની સાંઠ-ગાંઠ સખીને યુનિટ ઓછા દર્શાવે તો નુકશાન થાય એટલે સ્માર્ટ મીટર તેનો ઉપાય છે. ડિપોઝીટ માઈનસ થશે વીજચોરી અટકાવવા માટે પણ સ્માર્ટ મીટર ઉપયોગી છે. ક્યાં ફીડરમાંથી વીજ ચોરી થાય છે તે બાબતે પણ માહિતી મળ્યા બાદ અમે ટિમ મોકલીને તપાસ કરાવી શકીએ છીએ. સ્માર્ટ મીટરથી રોજનું રોજ વીજળી ઉપયોગ જોઈ શકાય છે જેથી વીજળી બચાવી પણ શકાય.સ્માર્ટ મિટરમાં એડવાન્સ પ્રીપેઈડ અમારે 2 ટકા રિબેટ આપવાનું પ્લાનિંગ છે આ ભવિષ્યમાં થશે.

આ ઉપરાંત સ્માર્ટ મીટર લાગ્યા બાદ અગાઉની બિલ લોકોએ ભરેલી ડિપોઝીટમાંથી માઇનસ કરવામાં આવે છે.લોકો સાથે સમજાવટથી કામ લેવાશેજો ડિપોઝીટ કરતા વધુ બિલ હોય તો 180 દિવસમાં હપ્તે હપ્તે પ્રતિદિન તે રકમ વસુલવામાં આવે છે. મીટર લગાવ્યા બાદ 5 દિવસ અમે એપ્લિકેશ ડાઉનલોડ કરવા માટે આપવામાં આવે છે. એટલે કસ્ટમરનું બેલેન્સ માઇનસ 300 રૂપિયા થાય ત્યાં સુધી અમેં વીજળી કટ કરતા નથી. ત્યારબાદ અમે કસ્ટમરને ફોન કરીને આ માઇનસ બેલેન્સ ભરવા માટે કહેવામાં આવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ