DGP વિકાસ સહાય એક્શન મોડમાં, વહીવટદારોની સંપત્તિ તપાસનો આપ્યો આદેશ
Ahmedabad News: અમદાવાદના વહીવટદારોની હવે ખેર નથી. હવે વહીવટદારોએ ગાડી અને બંગલાનો હિસાબ આપવા પડશે. અમદાવાદમાં પોલીસકર્મીઓ કે જેઓ વહીવટદાર તરીકે કામ કરતા હતા તેમની જિલ્લાભરમાં બદલી કરવામાં આવી છે, આ બદલીને લઈ ચાર કોન્સ્ટેબલો ગુજરાત હાઈકોર્ટ સુધી પણ ગયા હતા. ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે આ વહીવટદારોની મિલકતને લઈ તપાસના આદેશ આપ્યા છે.
ગુજરાતના ગાંધીનગર ખાતેથી અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા અને અધિકારીઓનો વહીવટ કરતા પોલીસકર્મીઓની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે. તોડબાજીની ફરિયાદને આધારે આ વહીવટદારોની કરાઇ બદલી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય એક્શન મોડમાં આવ્યા છે અને સ્ટેટ મોનિટરીગ સેલને જિલ્લા બહાર બદલી કરવામાં આવેલા વહીવટદારોની સંપત્તિ અને ક્યાં રોકાણ કર્યું છે તેની તપાસનાં આદેશ આપ્યા છે.
Also read: કચ્છમાં બે આત્મહત્યાઃ યુવાન અને આધેડે અકળ કારણોસર જીવન ટૂંકાવ્યું
આવક કરતાં વધુ સંપત્તિ હોવાની માહિતી મળ્યા બાદ વિકાસ સહાયે આ ફેંસલો લીધો હતો. આ સમગ્ર ઘટનામાં અને તપાસમાં પોલીસની જો કોઈ વધારાની મિલકત મળશે તો ગુનો પણ નોંધાઈ શકે છે. સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય છે. જેને લઈ વહીવટદારોમાં ફફડાટ ફેલાયો છે.