આપણું ગુજરાત

ગુજરાતમાં સોમનાથ, અંબાજી સહિતનાં મંદિરોમાં નવા વર્ષે દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં નવા વર્ષના આરંભ સાથે મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. રાજ્યના સોમનાથ, અંબાજી, આશાપુરા સહિતના મંદિરોમાં શિશ ઝૂકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં નવા વર્ષના પ્રારંભે ભગવાન શામળિયાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં ૬૦ હજાર ઉપરાંત માઇ ભક્તોએ મહાકાળી માતાજીના ચરણોમાં શિશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ પંચમહાલ જિલ્લામાં આવેલા ૫૧ શક્તિપીઠો પૈકીના એક ગણાતા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગરની ટોચ પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન કરવા ભગતોના ધોડાપૂર ઊમટી પડયું હતું. નવા વર્ષે વહેલી સવારે મંદિરના કપાટ ખુલવાની સાથે જ માઇ ભક્તોએ લાંબી લાંબી કતારોમાં જોડાઈ વારાફરતી શ્રદ્ધાના ભાવ અને આસ્થા સાથે માતાજીના દર્શન કરી માતાજીની પૂજા અર્ચના કરી પોતાની મનોકામનાઓ પૂર્ણ કરી હતી. સુરેન્દ્રનગરના ચોટીલા ચામુંડા મંદિરે નવા વર્ષને લઈને ચામુંડા માતાજીના દરબારમાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જામી હતી. જેમાં પોલીસ દ્વારા બે પીઆઇ, છ પીએસઆઇ સહિત ૨૬૦ જેટલા પોલીસકર્મીઓ દ્વારા યાત્રિકોની સુવિધા માટે બદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ચામુંડા ડુંગર ટ્રસ્ટ દ્વારા તળેટીથી મંદિર સુધી ૧૦૦થી વધુ સીસીટાવી કેમેરા દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી હતી. ખેડા જિલ્લામાં આવેલા રાજા રણછોડરાયજીના ડાકોર મંદિરમાં કંઈક અલગ જ નજારો જોવા મળ્યો હતો. ભાવિકો કાળિયા ઠાકોર એવા રાજા રણછોડરાયજીના દર્શન કરવા ઊમટી પડ્યા હતા. ડાકોરના નાથને શિશ નમાવી અનેક ભક્તોએ પોતાના નવવર્ષનો પ્રારંભ કરીને ધન્યતા અનુભવી હતી. હજારો ભક્તોના આગમનના લીધે ડાકોર ધામમાં પણ ભારે ભીડ સર્જાઈ હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં નવા વર્ષના પ્રારંભે ભગવાન શામળિયાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી હતી. ભગવાન દેવ ગદાધર શામળિયાના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો ઊમટી પડ્યા હતા. સોમનાથ મંદિરમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા દીપવલીના પર્વ પર વિશેષ મહાપૂજા, શ્રૃંગાર, સહિતના ભક્તિમય આયોજન કરવામાં આવ્યા હતા. મહાદેવને વિવિધ પ્રકારના પુષ્પ, ચંદન, ભસ્મ, તેમ જ વિવિધ આભૂષણ દ્વારા વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. વિશેષ ધાર્મિક આયોજનો ઉપરાંત સોમનાથ મંદિર, અતિથિગૃહો ને સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુંદર રોશનીથી સુશોભિત કરવામાં આવ્યા હતા. જેથી સોમનાથ આવનાર શ્રદ્ધાળુઓને પણ અદ્વિતિય આતિથ્યનો અનુભવ થયો હતો. કચ્છની કુળદેવી શ્રી આશાપુરા માતાજીના સ્થાનક માતાનામઢ ખાતે નવા વર્ષે દેશ દેશાવરથી માઇ ભક્તો આઈશ્રી આશાપુરા માતાજીના દર્શન માટે ઊમટી પડ્યા હતા. વહેલી સવારથી જ ભાવિકોનો પ્રવાહ નિજ મંદિરે આવતો શરૂ થઈ ગયો હતો અંદાજિત ૫૦ હજારથી વધુ લોકો માં આશાપુરાના દર્શનનો લાભ લેવા પહોંચ્યા હતા. જેના કારણે માતાના મઢના રસ્તાઓ પર હકડે ઢઢ જનમેદનીથી ભારે ટ્રાફિક સર્જાયો હતો. લોકોના અભૂતપૂર્વક ઘસારાથી માતાના મઢ જાણે જનસાગરમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ખેડા જિલ્લામાં આવેલા રાજા રણછોડરાયજીના ડાકોર મંદિરમાં કંઈક અલગ જ નજારો જોવા મળ્યો હતો. ભાવિકો કાળિયા ઠાકોર એવા રાજા રણછોડરાયજીના દર્શન કરવા ઊમટી પડ્યા હતા. ડાકોરના નાથને શીશ નમાવી અનેક ભક્તોએ પોતાના નવા વર્ષનો પ્રારંભ કરીને ધન્યતા અનુભવી હતી. હજારો ભક્તોના આગમનના લીધે ડાકોર ધામમાં પણ ભારે ભીડ સર્જાઈ હતી. ઉપરાંત વડોદરા શહેરના માંડવી ખાતે આવેલા પૌરાણિક એવા ઘડિયાળી પોળના મા અંબા માતાનું આશરે ૪૦૦ વર્ષ જૂના મંદિરમાં ભક્તોનું માનવ મહેરામણ ઊમટી આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button